અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ 45 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને Food Safety Officer ના પદ માટે યોજાઈ રહી છે.
બેચલર અથવા માસ્ટર ડિગ્રી ધરાવતા લાયક ઉમેદવારો આ ભરતી માટે AMCની સત્તાવાર વેબસાઈટ ahmedabadcity.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
અરજી કરવાની પ્રક્રિયા 13 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 27 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે. આ ભરતી સંબંધિત પગાર, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
મુખ્ય હાઇલાઇટ્સ: AMC Assistant Food Safety Officer Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| સંસ્થા નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| પદનું નામ | Assistant Food Safety Officer |
| જાહેરાત નં. | 20/2025-26 |
| કુલ ખાલી જગ્યાઓ | 45 |
| પગાર | રૂ. 49,600/- મહિના |
| નોકરી સ્થળ | અમદાવાદ, ગુજરાત |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઈટ | www.ahmedabadcity.gov.in |
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| સૂચના જાહેર થવાની તારીખ | 13 જાન્યુઆરી 2026 |
| ઓનલાઈન અરજી શરૂ | 13 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 27 જાન્યુઆરી 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 29 જાન્યુઆરી 2026 |
પગાર (Salary)
- પ્રથમ ત્રણ વર્ષ માટે: દર મહિને રૂ. 49,600/- નિશ્ચિત પગાર આપવામાં આવશે.
- ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ: મેટ્રિક્સ મુજબ રૂ. 39,900 થી 1,26,600 સુધીનો નિયમિત પગાર મળશે.
આ ઉપરાંત સરકારના નિયમો મુજબ અન્ય ભથ્થાં પણ આપવામાં આવશે.
ઉંમર મર્યાદા (Age Limit)
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 35 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
સરકારી નિયમો અનુસાર ઉંમર છૂટછાટ લાગુ પડશે, જેમ કે:
- SC / ST / SEBC / EWS: 5 વર્ષ
- મહિલા ઉમેદવાર: 5 વર્ષ
- દિવ્યાંગ (PwD): 10 વર્ષ
શૈક્ષણિક લાયકાત (Education Qualification)
આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર અથવા માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે.
- ફૂડ ટેકનોલોજી
- ડેરી ટેકનોલોજી
- બાયોટેકનોલોજી
- ઓઈલ ટેકનોલોજી
- કૃષિ વિજ્ઞાન (Agricultural Science)
- વેટરિનરી સાયન્સિસ
- બાયો-કેમિસ્ટ્રી
- માઇક્રોબાયોલોજી
- કેમિસ્ટ્રી
- મેડિકલ ક્ષેત્ર
અરજી ફી (Application Fee)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| શ્રેણી | અરજી ફી |
| General / OBC | ₹500/- |
| SC / ST / SEBC / EWS | ₹250/- |
| દિવ્યાંગ (PWD) | ₹0/- (ફી નથી) |
સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
1) લેખિત પરીક્ષા / MCQ ટેસ્ટ (Written Exam/ MCQ Test)
2) ડોક્યુમેન્ટ ચકાસણી (Document Verification)
3) ઇન્ટરવ્યુ (Interview)
અરજીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌથી પહેલા AMC નીસત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર જાઓ.
Step 2: હોમપેજ પર આપેલા“Recruitment & Results” વિભાગમાં જાઓ.
Step 3: ત્યાંથી ભરતી સંબંધિત જાહેરાત 21/2025-26 પસંદ કરો.
Step 4: “Apply Online” પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો.
Step 5: પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
Step 6: ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન અરજી ફી ભરો.
Step 7: તમામ વિગતો ચકાસી લીધા બાદ ફોર્મ Submit કરો અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી રાખો.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
FAQ – AMC Assistant Food Safety Officer Recruitment 2026
1) AMC Assistant Food Safety Officer ભરતી 2026 માટે કેટલી જગ્યાઓ છે?
જવાબ: આ ભરતી હેઠળ કુલ 45 જગ્યાઓ ઉપલબ્ધ છે.
2) આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 27/01/2026 છે.
3) આ પદ માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: માન્ય યુનિવર્સિટીમાંથી Food Technology, Dairy Technology, Biotechnology, Chemistry, Microbiology વગેરે વિષયોમાં બેચલર / માસ્ટર / ડોક્ટોરેટ ડિગ્રી જરૂરી છે.
4) અરજી કેવી રીતે કરવી?
જવાબ: ઉમેદવારોને AMCની સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવી પડશે.
