જો તમે એન્જિનિયરિંગ કે IT ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ છો અને બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક બેંક ઓફ બરોડા (BOB) દ્વારા IT વિભાગમાં 418 જેટલી ખાલી જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.

જો તમને બેંકિંગ ક્ષેત્રે કામ કરવું ઈચ્છતા હોવ, તો આ તમારા માટે સારી તક હોઈ શકે છે.

આ ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: Bank of Baroda Recruitment 2026

વિશેષતામાહિતી
બેંકનું નામબેંક ઓફ બરોડા (BOB)
પોસ્ટનું નામIT પ્રોફેશનલ્સ (વિવિધ પોસ્ટ્સ)
કુલ ખાલી જગ્યાઓ418
અરજી પ્રક્રિયાઓનલાઇન
નોકરીનું સ્થળસમગ્ર ભારત
સત્તાવાર વેબસાઇટwww.bankofbaroda.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
નોટિફિકેશન PDF જાહેર30 જાન્યુઆરી 2026
ઓનલાઈન અરજી શરૂ30 જાન્યુઆરી 2026
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2026
પરીક્ષા તારીખપછીથી જાહેર થશે

3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

1) અધિકારી (JMG/S-I)
  • આશરે 200 જગ્યાઓ ઉપલબ્ધ છે.
  • આ પોસ્ટ્સમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, નેટવર્ક એડમિનિસ્ટ્રેશન અને ડેટા એનાલિસિસનો સમાવેશ થાય છે.
2) મેનેજર (MMG/S-II)
  • આશરે 150 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
  • આ પદો AI, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રો માટે છે.
3) સિનિયર મેનેજર (MMG/S-III)
  • લગભગ 68 જગ્યાઓ ઉપલબ્ધ છે.
  • જેમાં IT આર્કિટેક્ચર, રિસ્ક મેનેજમેન્ટ અને ડિજિટલ બેંકિંગનો સમાવેશ થાય છે.

4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કમ્પ્યુટર સાયન્સ (CS), માહિતી ટેકનોલોજી (IT) અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન (ECE) શાખામાં BE/BTech, ME/MTech અથવા MCA ની ડિગ્રી હોવી જરૂરી છે.

5) અનુભવ (Experience)

પોસ્ટ લેવલજરૂરી અનુભવ
અધિકારી (JMG/S-I)1 થી 2 વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં અનુભવ
મેનેજર (MMG/S-II) 3 થી 5 વર્ષનો અનુભવ
સિનિયર મેનેજર (MMG/S-III)6 થી 8 વર્ષનો અનુભવ

6) પગાર ધોરણ (Salary)

પોસ્ટ લેવલપગાર ધોરણ
અધિકારી (JMG/S-I)₹48,480 – ₹85,920
મેનેજર (MMG/S-II)₹64,820 – ₹93,960
સિનિયર મેનેજર (MMG/S-III)₹85,920 – ₹1,05,280

બેઝિક પગાર ઉપરાંત, પસંદગી પામેલા ઉમેદવારોને બેંકના નિયમો અનુસાર ડીએ (DA), એચઆરએ (HRA), સીસીએ (CCA), તબીબી સુવિધાઓ, પ્રોવિડન્ટ ફંડ (PF), પેન્શન લાભો તેમજ અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

7) ઉંમર મર્યાદા (Age Limit)

BOB ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

પોસ્ટ લેવલલઘુત્તમ ઉંમરમહત્તમ ઉંમર
અધિકારી (JMG/S-I) 22 વર્ષ32 વર્ષ
મેનેજર (MMG/S-II)24 વર્ષ34 વર્ષ
સિનિયર મેનેજર (MMG/S-III)27 વર્ષ37 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

  • SC/ST: 5 વર્ષ
  • OBC: 3 વર્ષ
  • PWD: 10 થી 15 વર્ષ

8) અરજી ફી (Application Fee)

  • BOB ભરતી માટે ઓનલાઈન અરજી કરતી વખતે અરજી ફી ચૂકવવાની રહેશે.
  • આ ફી બિન-રિફંડપાત્ર છે, એટલે કે પાછી મળવાની નથી.
શ્રેણીઅરજી ફી (GST સહિત)
સામાન્ય / OBC / EWSરૂ. 850/-
SC / ST / PWD / ESM / DESM / મહિલારૂ. 175/-

10) પસંદગી પ્રક્રિયા (Selection Process)

BOB બેંકમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

1) અરજી ચકાસણી (Application Checking)
2) ઓનલાઈન પરીક્ષા (Online Examination)
3) સ્વભાવની ચકાસણી (Psychometric Test)
4) ઇન્ટરવ્યૂ (Interview)
5) દસ્તાવેજ ચકાસણી (Document Verification)

9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)

વિષયપ્રશ્નોની સંખ્યામાર્ક્સ
રીઝનિંગ (Reasoning)2525
અંગ્રેજી ભાષા (English Language)2525
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (Maths)2525
પ્રોફેશનલ નોલેજ (IT સંબધિત)7575
કુલ150 150

11) અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: સૌથી પહેલા BOB ની અધિકૃત વેબસાઇટ bankofbaroda.bank.in પર જાઓ.

Step 2: “Home Page” પર આપેલ “Careers” સેકશનમાં જાઓ.

Step 3: “Current Opportunities” ઓપ્શન પર ક્લિક કરી ઓફિશ્યિલ નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચો.

Step 4: “Apply Online” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.

Step 5: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

Step 6: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.

Step 7: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 8: જરૂરી અરજી ફી ઓનલાઈન ચુકવો.

Step 9: અરજી સબમિટ કર્યા પછી અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

12) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટbankofbaroda.bank.in

13) Bank of Baroda IT Recruitment 2026 – FAQ

1) Bank of Baroda IT Recruitment 2026 માટે કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?
જવાબ
: કુલ 418 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં Officer, Manager અને Senior Manager જેવી વિવિધ પોસ્ટ્સ સામેલ છે.

2) BOB IT ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ
: આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2026 છે.

3) Bank of Baroda IT Recruitment 2026 માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ
: ઉમેદવાર પાસે BE/BTech, ME/MTech અથવા MCA જેવી ડિગ્રી હોવી જોઈએ.

4) BOB IT ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા શું રહેશે?
જવાબ
: અરજી ચકાસણી + ઓનલાઈન પરીક્ષા + Psychometric Test + ઇન્ટરવ્યૂ

5) અરજી પ્રક્રિયા ઑનલાઇન છે કે ઑફલાઇન?
જવાબ
: અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઑનલાઇન છે. ઉમેદવારોએ માત્ર bankofbaroda.bank.in પરથી અરજી કરવાની રહેશે.