ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ ટેકનિકલ તથા વહીવટી પદોની ભરતી માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.
આ ભરતી હેઠળ કુલ 09 ખાલી જગ્યાઓ માટે સહાયક ઈજનેર (મેકેનિકલ/ઇલેક્ટ્રિકલ), સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક/ઇન્સ્પેક્ટર તથા લેબ ટેકનિશિયન જેવા પદો માટે ભરતી કરવામાં આવશે.
ઇચ્છુક ઉમેદવારો 29 જાન્યુઆરી 2026 સુધી OJAS ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પોસ્ટમાં આગળ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
1. મુખ્ય હાઇલાઇટ્સ: BMC Recruitment 2026
| વિગતો | માહિતી |
| સંસ્થાનું નામ | ભાવનગર મહાનગરપાલિકા (BMC) |
| પદોના નામ | સિનિયર ક્લાર્ક, AAE, હેડ ક્લાર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન |
| કુલ ખાલી જગ્યાઓ | 09 |
| અરજી કરવાની રીત | ઓનલાઈન (OJAS પોર્ટલ) |
| નોકરીનું સ્થાન | ભાવનગર, ગુજરાત |
| અરજીની તારીખો | 09 જાન્યુઆરી 2026 થી 29 જાન્યુઆરી 2026 |
| સત્તાવાર વેબસાઈટ | bmcgujarat.com, ojas.gujarat.gov.in |
2. મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| સૂચના જાહેર થવાની તારીખ | 09 જાન્યુઆરી 2025 |
| ઓનલાઈન અરજી શરૂ | 09 જાન્યુઆરી 2026 (બપોરે 02:00 વાગ્યા) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 29 જાન્યુઆરી 2026 (રાત્રી 11:59 વાગ્યા) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 02 ફેબ્રુઆરી 2026 (બપોરે 03:00 વાગ્યા) |
3. ખાલી જગ્યાની માહિતી (Vacancy Details)
| પદનું નામ | કુલ ખાલી જગ્યાઓ |
| સહાયક ઈજનેર (મેકેનિકલ) | 01 |
| સહાયક ઈજનેર (ઇલેક્ટ્રિકલ) | 02 |
| ટેકનિકલ આસિસ્ટન્ટ (મેકેનિકલ) | 02 |
| હેડ ક્લાર્ક / ઇન્સ્પેક્ટર | 01 |
| સિનિયર ક્લાર્ક | 01 |
| લેબ ટેકનિશિયન | 02 |
| કુલ | 09 |
4. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
દરેક પદ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ પગારધોરણ અંગેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
| જાહેરાત ક્રમાંક | પદનું નામ | શૈક્ષણિક લાયકાત |
| 19/2025-26 | સહાયક ઈજનેર (મેકેનિકલ) | B.E./B.Tech (Mechanical) |
| 20/2025-26 | સહાયક ઈજનેર (ઇલેક્ટ્રિકલ) | B.E./B.Tech (Electrical) |
| 21/2025-26 | ટેકનિકલ આસિસ્ટન્ટ (મેકેનિકલ) | B.E./B.Tech (Mechanical) |
| 22/2025-26 | હેડ ક્લાર્ક / ઇન્સ્પેક્ટર | કોઈપણ શાખામાં સ્નાતક (Graduate) |
| 23/2025-26 | સિનિયર ક્લાર્ક | કોઈપણ શાખામાં સ્નાતક (Graduate) |
| 24/2025-26 | લેબ ટેકનિશિયન | B.Sc Chemistry સ્નાતક |
5. પગાર (Salary)
- પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે સ્થિર પગાર: ₹26,000/- થી ₹49,600/- પ્રતિ મહિને (પદ અનુસાર)
- પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી: 7મા પગાર પંચ (7th Pay Commission) મુજબ પે મેટ્રિક્સ લેવલ-4 થી લેવલ-7 હેઠળ નિયમિત નિમણૂક કરવામાં આવશે.
6. ઉંમર મર્યાદા (Age Limit)
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 35 વર્ષ
ઉંમરમાં છૂટછાટ: ઉમ્મેદવારો ને જણાવવાનું કે અનામત વર્ગ, મહિલાઓ, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિકોને ગુજરાત સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
સૂચના: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા પોતાની પસંદના પદની ચોક્કસ માહિતી જાણવા માટે OJAS વેબસાઈટ પર આપવામાં આવેલી સત્તાવાર સૂચના ધ્યાનપૂર્વક વાંચવી.
7. અરજી ફી (Application Fees)
- આ ભરતી માટે ઉમેદવારોને નિર્ધારિત અરજી ફી પોસ્ટ ઓફિસ મારફતે ભરવાની રહેશે.
- અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 02 ફેબ્રુઆરી 2026 છે અને બપોરે 03:00 વાગ્યા સુધી ફી ચૂકવવી ફરજિયાત રહેશે.
- નક્કી કરેલ સમયમર્યાદામાં અરજી ફી ચૂકવવામાં નહીં આવે તો આવી અરજીઓ આપમેળે રદ કરવામાં આવશે.
| કેટેગરી | ફીની રકમ |
| General | રૂ. 500/- |
| SC/ST/OBC/EWS/PH | રૂ. 250/- |
8. પસંદગી પ્રક્રિયા (Selection Process)
- ઉમેદવારોની પસંદગી મેરિટ, લેખિત પરીક્ષા અથવા પસંદગી સમિતિ દ્વારા નક્કી કરાયેલા માપદંડોના આધારે કરવામાં આવી શકે છે.
- તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દસ્તાવેજોની ચકાસણી (Document Verification) કરવામાં આવશે.
- તે પૂર્ણ થયા પછી જ ઉમેદવારની અંતિમ પસંદગી કરવામાં આવશે.
9. અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌપ્રથમ સત્તાવાર OJAS ગુજરાત વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
Step 2: Online Application → Apply પર ક્લિક કરો
Step 3: Bhavnagar Municipal Corporation (BMC) પસંદ કરો
Step 4: તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો
Step 5: વેબસાઇટ પર આપવામાં આવેલી તમામ સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચો
Step 6: અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો.
Step 7: ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
Step 8: ફોર્મ પૂર્ણ થયા પછી અરજી કન્ફર્મ કરો, જેથી તમને એક કન્ફર્મેશન નંબર મળશે.
Step 9: ફોર્મ સબમિટ કરી અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી તેને સુરક્ષિત રીતે સાચવી રાખો.
10. મહત્વપૂર્ણ સૂચનાઓ (Important Instructions)
- અરજીઓ માત્ર ઓનલાઇન મારફતે જ સ્વીકારવામાં આવશે
- અરજી ફી પોસ્ટ ઓફિસ મારફતે ભરવી ફરજિયાત છે.
- અધૂરી અથવા ખામી ધરાવતી અરજીઓ આપમેળે રદ કરવામાં આવશે.
- ભવિષ્યમાં ઉપયોગ માટે અરજીના કન્ફર્મેશન નંબર ને સુરક્ષિત રીતે સાચવી રાખવો.
11. મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
12. BMC Recruitment 2026 – FAQ
1) BMC ભરતી 2026 માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ: ઉમેદવારોને OJAS ગુજરાત પોર્ટલ (ojas.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
2) ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2026 છે.
3) પદો માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: દરેક પોસ્ટ માટે અલગ – અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે.
4) અરજી ફી કેવી રીતે ચૂકવવી?
જવાબ: અરજી ફી પોસ્ટ ઓફિસમાં ભરવી ફરજિયાત છે. ફી ન ભરતાં અરજીઓ આપોઆપ રદ કરવામાં આવશે.
