BSNL ભરતીની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમ્મેદવારો માટે એક ખુશખબર આવી છે, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા વર્ષ 2026 માટે ટેલિકોમ અને ફાઇનાન્સ વિભાગમાં Senior Executive Trainee (SET) ની કુલ 120 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઓનલાઇન અરજી પ્રક્રિયા 05 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ ગઈ છે અને 07 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે.

આ લેખમાં ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: BSNL SET Recruitment 2026

વિશેષતા માહિતી
સંસ્થાભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)
પદનું નામસિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની (SET)
સ્ટ્રીમટેલિકોમ અને ફાઇનાન્સ
કુલ ખાલી જગ્યાઓ120
જાહેરાત નંબરBSNLCO-11/12(11)/1/2025-RECTT-CO
અરજીનો માધ્યમઓનલાઈન
સત્તાવાર વેબસાઇટbsnl.co.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટ તારીખ
નોટિફિકેશન PDF જાહેર29 જાન્યુઆરી 2026
ઓનલાઈન અરજી શરૂ 05 ફેબ્રુઆરી 2026
અરજી અને ફી ભરવાની છેલ્લી તારીખ07 માર્ચ 2026
પરીક્ષા તારીખ29 માર્ચ 2026

3) પોસ્ટનું નામ અને જગ્યાઓ (Post Name & Vacancies)

BSNL દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની (SET) પદ માટે બે સ્ટ્રીમમાં ભરતી કરવામાં આવી રહી છે:

1) ટેલિકોમ સ્ટ્રીમ
2) ફાઇનાન્સ સ્ટ્રીમ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કુલ મળીને 120 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

શ્રેણી (Category)ટેલિકોમ સ્ટ્રીમફાઇનાન્સ સ્ટ્રીમ
જનરલ4011
SC1404
ST0702
OBC2506
EWS0902
કુલ9525

4) પગાર માળખું (Salary Structure)

BSNL સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની (SET) તરીકે પસંદગી થયા બાદ, ઉમેદવારને IDA (Industrial Dearness Allowance) પે સ્કેલ E3 હેઠળ પગાર મળશે.

સ્ટ્રીમવિગતો
પગાર ધોરણ (Pay Scale)IDA પે સ્કેલ E3
મૂળ પગાર (Basic Pay)રૂ. 24,900 – રૂ. 50,500
અન્ય લાભોમકાન ભથ્થું (HRA), મોંઘવારી ભથ્થું (DA), પ્રવાસ ભથ્થું (TA) વગેરે.

5) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

1) ટેલિકોમ સ્ટ્રીમ માટે (Telecom Stream)
  • ઉમેદવાર પાસે B.E./B.Tech ડિગ્રી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 60% ગુણ હોવા જરૂરી છે.
  • ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન
  • ઇલેક્ટ્રોનિક્સ
  • કમ્પ્યુટર સાયન્સ / IT
  • ઇલેક્ટ્રિકલ
  • ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા સંબંધિત શાખાઓ
2) ફાઇનાન્સ સ્ટ્રીમ માટે (Finance Stream)
  • ઉમેદવાર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) પાસ થયેલા હોવા જોઈએ અથવા
  • કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ (CMA) લાયકાત ધરાવતા હોવા જોઈએ.

6) વય મર્યાદા (Age Limit)

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 7 માર્ચ 2026 ના રોજ ગણવામાં આવશે.

શ્રેણીમહત્તમ ઉંમર
જનરલ / EWS / OBC-CL30 વર્ષ
OBC-NCL33 વર્ષ
SC / ST 35 વર્ષ

7) અરજી ફી (Application Fee)

BSNL ભરતી માટે ઓનલાઈન અરજી કરતી વખતે અરજી ફી ચૂકવવાની રહેશે.

શ્રેણીફી
જનરલ / EWS / OBC₹ 2500/-
SC / ST / PwD ₹ 1250/-

Payment Mode: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા ઓનલાઈન ફી ચૂકવી શકાય છે.

8) પસંદગી પ્રક્રિયા (Selection Process)

ભરતી પ્રક્રિયામાં નીચે મુજબના તબક્કાઓ સામેલ રહેશે:

1) લેખિત પરીક્ષા (Objective Type)
2) દસ્તાવેજ ચકાસણી (Document Verification)
3) મેડિકલ પરીક્ષણ (Medical Examination)

અંતિમ પસંદગી ઉમેદવારના લેખિત પરીક્ષામાં મળેલ માર્ક્સ અને પાત્રતા શરતો પર આધારિત રહેશે.

9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)

વિષયપ્રશ્નોની સંખ્યામાર્ક્સ
લેખિત યોગ્યતા (Aptitude)4040
મુખ્ય વિષયો (Core Subjects)160160
કુલ200200

પરીક્ષા મોડ: ઓનલાઈન CBT (Computer Based Test)
સમયગાળો: 180 મિનિટ (3 કલાક)
સાચો જવાબ: +1 માર્ક
ખોટો જવાબ: -0.25 માર્ક (નેગેટિવ માર્કિંગ)

10) જરૂરી દસ્તાવેજો (Required Documents)

ઉમેદવારોએ નીચે દર્શાવેલા દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે:

  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • ઉંમરનો પુરાવો
  • સરનામાનો પુરાવો (આધાર કાર્ડ / મતદાર કાર્ડ)
  • PwBD / OBC-NCL પ્રમાણપત્ર (લાગુ પડે તો)

11) અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: સૌથી પહેલા BSNL ની અધિકૃત વેબસાઇટ bsnl.co.in પર જાઓ.

Step 2:Home Page” પર આપેલ “About us -> Careers” સેકશનમાં જાઓ.

Step 3:Direct Recruitment of Senior Executive Trainee” ઓપ્શન પર ક્લિક કરી ઓફિશ્યિલ નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચો.

Step 4:Apply Online” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.

Step 5: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

Step 6: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.

Step 7: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 8: જરૂરી અરજી ફી ઓનલાઈન ચુકવો.

Step 9: અરજી સબમિટ કર્યા પછી અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

12) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટbankofbaroda.bank.in

13) FAQs – BSNL SET Recruitment 2026

1) BSNL SET ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ
: BSNL સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની ભરતીમાં કુલ 120 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

2) BSNL ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ
: ટેલિકોમ સ્ટ્રીમ માટે B.E./B.Tech અને ફાઇનાન્સ સ્ટ્રીમ માટે CA અથવા CMA ડિગ્રી જરૂરી છે.

3) BSNL SET ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?
જવાબ
: પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા (CBT) અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.

4) BSNL SET ભરતીમાં પગાર કેટલો મળશે?
જવાબ
: પસંદ થયેલા ઉમેદવારોને IDA પે સ્કેલ E3 હેઠળ રૂ. 24,900 થી રૂ. 50,500 સુધીનો પગાર મળશે.

5) BSNL ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ
: BSNL Recruitment 2026 માટે અરજી કરવાની અંતિમ તારીખ 7 માર્ચ 2026 છે.