શુ તમે બેંકમાં સ્થિર નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા (CBI), જે દેશની એક જાણીતી અને વિશ્વસનીય જાહેર ક્ષેત્રની બેંક છે, તેણે સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
આ ભરતી અંતર્ગત ફોરેન એક્સચેન્જ ઓફિસર (સ્કેલ III) અને માર્કેટિંગ ઓફિસર (સ્કેલ I) જેવા મહત્વપૂર્ણ કુલ 350 જગ્યાઓ ભરવામાં આવશે.
આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો 3 ફેબ્રુઆરી 2026 સુધી બેંકની અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
આ ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: Central Bank of India SO Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| સંસ્થા | સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા |
| પદનું નામ | એક્સચેન્જ ઓફિસર (સ્કેલ III) માર્કેટિંગ ઓફિસર (સ્કેલ I) |
| કુલ ખાલી જગ્યાઓ | 350 |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
| પરીક્ષાનો પ્રકાર | ઓબ્જેક્ટિવ (MCQ) |
| પસંદગી પ્રક્રિયા | ઓનલાઈન પરીક્ષા + વ્યક્તિગત ઇન્ટરવ્યૂ |
| અધિકૃત વેબસાઇટ | centralbankofindia.co.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન જાહેર થવાની તારીખ | 20 જાન્યુઆરી 2026 |
| ઓનલાઈન અરજી શરૂ | 20 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 03 ફેબ્રુઆરી 2026 |
3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
| પદનું નામ | સ્કેલ | કુલ ખાલી જગ્યાઓ |
| ફોરેન એક્સચેન્જ ઓફિસર | સ્કેલ III | 50 |
| માર્કેટિંગ ઓફિસર | સ્કેલ I | 300 |
| કુલ જગ્યાઓ | 350 |
4) પગાર (Salary)
સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરોનું વેતન પદ અને સ્કેલ મુજબ નક્કી કરવામાં આવે છે. દરેક પદ માટે તેના સ્તર અનુસાર આકર્ષક અને સરકારી નિયમો મુજબનું પે સ્કેલ આપવામાં આવે છે.
| પદ | પગાર |
| સિનિયર મેનેજર (સ્કેલ III) | ₹85,920/ ₹99,320/ ₹1,05,280 |
| અસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ I) | ₹48,480/ ₹62,480/ ₹67,160/ ₹85,920 |
મૂળ પગાર ઉપરાંત, ઉમેદવારોને DA, HRA, TA અને અન્ય સરકારી ભથ્થાં પણ લાગુ નિયમો મુજબ મળશે
5) ફોરેન એક્સચેન્જ ઓફિસર (સ્કેલ III)
1) શૈક્ષણિક લાયકાત (Education Qualification)
- ઉમેદવાર પાસે કોઈપણ વિષયમાં માન્ય યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે.
2) ફરજિયાત (Mandatory)
- ઉમેદવાર પાસે IIBF દ્વારા આપવામાં આવેલ ફોરેન એક્સચેન્જ ઓપરેશન્સનું સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે.
3) પ્રાધાન્ય (Preference) :
- CFA, CA અથવા MBA જેવી વ્યાવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
6) માર્કેટિંગ ઓફિસર (સ્કેલ I)
1) શૈક્ષણિક લાયકાત (Education Qualification)
- ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે MBA / PGDBA / PGDBM / PGPM / PGDM પૂર્ણ કરેલ હોવું જોઈએ.
2) અનુભવ (Experience)
- ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 2 વર્ષનો કામનો અનુભવ હોવો ફરજિયાત છે. આમાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ BFSI સેક્ટરમાં માર્કેટિંગ ક્ષેત્રમાં હોવો જરૂરી છે.
7) અરજી ફી (Application Fees)
| કેટેગરી | ફી |
| જનરલ / OBC / EWS ઉમેદવારો માટે | રૂ. 850/- |
| SC / ST / PH ઉમેદવારો માટે | રૂ. 175/- |
| બધી મહિલા ઉમેદવારો માટે | રૂ. 175/- |
8) પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)
| વિષય | પ્રશ્નોની સંખ્યા | માર્ક્સ |
| વિભાગ સંબંધિત પ્રશ્નો (પ્રોફેશનલ જ્ઞાન) | 70 | 70 |
| બેંકિંગ, વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને સામાન્ય જ્ઞાન | 30 | 30 |
| કુલ | 100 | 100 |
- સમય: 60 મિનિટ
9) પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમ્મેદવારોની પસંદગી નીચેના તબક્કાઓ અનુસાર કરવામાં આવશે:
1) ઓનલાઈન પરીક્ષા
- સૌથી પહેલા ઉમ્મેદવારોની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે જેમાં વિભાગને લગતા જરૂરી પ્રશ્નો પૂછવામાં આવશે.
2) વ્યક્તિગત ઇન્ટરવ્યૂ
- જે ઉમ્મેદવારો ઓનલાઈન પરીક્ષામાં પાત્રતા મેળવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
3) ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ઇન્ટરવ્યૂ બાદ ઉમેદવારોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
10) અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌથી પહેલા CBI ની અધિકૃત વેબસાઇટ centralbank.bank.in પર જાઓ.
Step 2: હોમ પેજ પર આપેલ “CLICK HERE TO APPLY ONLINE” પર ક્લિક કરો.
Step 3: તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
Step 5: તમારી વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.
Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 7: જરૂરી અરજી ફી ઓનલાઈન ચુકવો.
Step 8: અરજી સબમિટ કર્યા પછી અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
11) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | centralbank.bank.in |
12) Central Bank of India SO Recruitment 2026 – FAQ
1) સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની SO ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03 ફેબ્રુઆરી 2026 છે.
2) આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ: ઓનલાઈન પરીક્ષા+ઇન્ટરવ્યૂ+ડોક્યુમેન્ટ વેરિફિકેશન
3) શું પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે?
જવાબ: નહીં, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી. દરેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે.
4) ઓનલાઈન પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવશે?
જવાબ: ઓનલાઈન પરીક્ષા અંગ્રેજી અને હિન્દી ભાષામાં લેવામાં આવશે.
