Free Silai Machine Yojana 2026 (ફ્રી સિલાઈ મશીન યોજના): ભારત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. એમાંથી આવી જ એક મહત્વની યોજના છે ફ્રી સિલાઈ
મશીન યોજના.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને ઘર બેઠા રોજગાર મળી રહે તે માટે શરૂ કરવામાં આવી છે.

જો તમે પણ વર્ષ 2026માં મફત સિલાઈ મશીન મેળવવા ઈચ્છો છો અને જાણવા માંગો છો કે,

આ યોજનાનો લાભ કોને મળશે?
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
કયાં ડોક્યુમેન્ટ જરૂરી છે?
કેટલી સહાય મળશે?,
તો નીચે તમામ માહિતી આપવામાં આવી છે.

મુખ્ય હાઇલાઇટ્સ: Free Silai Machine Yojana 2026

વિશેષતામાહિતી
યોજનાનું નામFree Silai Machine Yojana 2026
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
સહાય રકમ₹15,000 (DBT દ્વારા)
અરજી પ્રક્રિયાઑનલાઇન અથવા ઓફલાઇન
મળવાપાત્ર લાભમફત સિલાઈ મશીન
યોજનાનો ઉદ્દેશમહિલાઓને આત્મનિર્ભર બનાવવો

ફ્રી સિલાઈ મશીન યોજના શું છે?

ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત સરકાર દ્વારા પાત્ર મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે અથવા તો સિલાઈ મશીન ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને ઘરેથી જ કામ શરૂ કરવાની તક આપવાનો છે, જેથી તેઓ પોતાનો નાનો વ્યવસાય ઊભો કરી શકે અને પરિવારની આવકમાં સહયોગ આપી શકે.

હાલમાં આ યોજનાને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સાથે જોડવામાં આવી છે. આ યોજના કૌશલ્ય ધરાવતા કામદારોને આગળ વધવા માટે જરૂરી સહાય અને પ્રોત્સાહન આપે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

યોજનામાં મળતા મુખ્ય લાભો

વિગતલાભની વિગતો
તાલીમ (Skill Training)૫ થી ૭ દિવસની બેઝિક ટ્રેનિંગ અને ૧૫ દિવસની એડવાન્સ ટ્રેનિંગ.
તાલીમ દરમિયાન સહાય (Stipend)તાલીમ સમયગાળા દરમિયાન દરરોજ ₹ ૫૦૦/- ની સ્ટાઇપેન્ડ (સહાય).
ટૂલકિટ સહાય (Toolkit Incentive)ટ્રેનિંગના અંતે મફત સિલાઈ મશીન અથવા ₹15,000/- ની સીધી સહાય.

(સૂચના: સહાય રકમ રાજ્ય મુજબ ફેરફાર થઈ શકે છે)

કોણ અરજી કરી શકે?

આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેની શરતો પૂર્ણ થવી જરૂરી છે:

  • અરજદાર મહિલા ભારતીય નાગરિક હોવી જોઈએ.
  • અરજદાર મહિલાની ઉંમર 20 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • અરજદાર મહિલા પરિવારની વાર્ષિક આવક ₹2,00,000 થી ઓછી
  • ટેલરિંગ કામમાં રસ અથવા અનુભવ હોવો જરૂરી
  • આર્થિક રીતે નબળી મહિલાઓ માટે યોજના

આ યોજનાઓ લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ફ્રી સિલાઇ મશીન યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • આધારકાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ચૂંટણી કાર્ડ કોઈપણ એક)
  • બેંક ખાતાની માહિતી
  • જો વિકલાંગ હોય તો મેડિકલ પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું વિધવા પ્રમાણપત્ર

ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે મહિલાઓ ઓનલાઇન તેમજ ઓફલાઇન બંને રીતે અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

Online અરજી પ્રક્રિયા:

Step 1: સૌપ્રથમ પીએમ વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

Step 2: હોમપેજ પર આપેલ “Free Sewing Machine Scheme / Self Employment Scheme” વિકલ્પ પસંદ કરો.

Step 3: Apply Online / Online Registration” પર ક્લિક કરો.

Step 4: અરજી ફોર્મમાં માંગેલ તમામ જરૂરી માહિતી સાચી રીતે ભરો.

  • નામ
  • જન્મ તારીખ / ઉંમર
  • મોબાઇલ નંબર
  • સંપૂર્ણ સરનામું
  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી

Step 5: માગ્યા પ્રમાણેના જરૂરી ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરો.

Step 6: ભરેલું ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ આઉટ લઈ સુરક્ષિત રાખવી.

જો મહિલા ઓનલાઈન અરજી કરી શકતી નથી, તો તે Offline અરજી પણ કરી શકે છે:
  • તાલુકા પંચાયત કચેરી
  • જિલ્લા સમાજ કલ્યાણ કચેરી
  • મહિલા વિકાસ કચેરી
  • CSC / e-Gram કેન્દ્ર

યોજનાનો લાભ ક્યારે મળશે?

1) અરજી સબમિટ થયા બાદ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે.

2) ડોક્યુમેન્ટ ચકાસણી પૂર્ણ થયા પછી પાત્ર અને યોગ્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

3) યાદીમાં સિલેક્ટ થયેલા લાભાર્થી મહિલાઓને માહિતી અનુસાર સિલાઈ મશીન આપવામાં આવશે.

4) સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

Free Silai Machine Yojana 2026 – FAQ

1) મફત સિલાઈ મશીન યોજના 2026 કોને મળશે?
જવાબ:
આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળી મહિલાઓને મળશે. ખાસ કરીને ટેલરિંગ કામમાં રસ અથવા અનુભવ ધરાવતી મહિલાઓ આ યોજનામાં પાત્ર ગણાય છે.

2) શું આ યોજના હેઠળ સાચે મફત સિલાઈ મશીન મળે છે?
જવાબ:
હા, પાત્ર લાભાર્થી મહિલાઓને સરકાર તરફથી મફત સિલાઈ મશીન અથવા સિલાઈ મશીન ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

3) મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ:
આ યોજનાની અરજી ઓનલાઈન તથા ઓફલાઇન બંને રીતે કરી શકાય છે.

4) મફત સિલાઈ મશીન મેળવ્યા બાદ કોઈ તાલીમ પણ મળે છે કે નહીં?
જવાબ:
હા, પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સિલાઈ મશીન સાથે સાથે તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે.