શું તમારી GSEB SSC (ધોરણ 10) અથવા HSC (ધોરણ 12) ની માર્કશીટ ક્યાંક ખોવાઈ છે, અને તમને તેની વારંવાર જરૂર પડતી હોય, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દીધી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે વિદ્યાર્થીઓને લાંબી પ્રક્રિયા કે કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. માત્ર થોડા ક્લિક્સમાં તમે gsebeservice.com નામના ઓફિશિયલ પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરી ઘરે બેઠા ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકો છો.

ચાલો મિત્રો તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીયે જેમ કે,

  • ઓનલાઇન અરજી ક્યાં કરવી
  • કેવી રીતે કરવી
  • ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે,
  • ડુપ્લિકેટ માર્કશીટ કેટલા દિવસમાં મળશે વગેરે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: GSEB SSC & HSC Duplicate Marksheet

વિશેષતામાહિતી
સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિભાગનું નામશિક્ષણ વિભાગ
સેવાનું નામડુપ્લિકેટ માર્કશીટ (SSC / HSC)
અરજી કરવાની રીતઓનલાઇન
ડિલિવરી રીતસ્પીડ પોસ્ટ દ્વારા
ઓફિશિયલ વેબસાઇટgsebeservice.com

2) GSEB શું છે?

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એક મહત્વપૂર્ણ સરકારી સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 1972માં કરવામાં આવી હતી.
  • આ બોર્ડનું મુખ્ય કામ રાજ્યભરમાં ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ના શિક્ષણ વ્યવસ્થાનું આયોજન, નિયમન અને દેખરેખ રાખવાનું છે.
  • આજે GSEBએ અનેક સેવાઓને ડિજિટલ બનાવી છે, જેથી વિદ્યાર્થીઓને સરળ, પારદર્શક અને ઝડપી સેવાઓ મળી રહે.

3) GSEB ની મહત્વપૂર્ણ જવાબદારીઓ

  • ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓનું આયોજન કરવું
  • સિલેબસ તૈયાર કરવો અને પાઠ્યપુસ્તકોની પ્રિન્ટ કરવી
  • માર્કશીટ, પ્રમાણપત્રો તથા માઈગ્રેશન સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો જારી કરવા
  • રાજ્યની શાળાઓમાં પારદર્શકતા જાળવવી

આ દસ્તાવેજો કોલેજમાં પ્રવેશ, નોકરીની અરજીઓ, સ્કોલરશીપ તથા ઉચ્ચ શિક્ષણ માટે અત્યંત જરૂરી હોય છે.

4) ડુપ્લિકેટ માર્કશીટ કેટલા દિવસમાં મળશે

  • ઓનલાઇન અરજી સબમિટ થયા બાદ અને જરૂરી ચકાસણી પૂર્ણ થયા પછી, ડુપ્લિકેટ માર્કશીટ સામાન્ય રીતે 3 થી 7 અંદર મોકલી આપવામાં આવે છે.
  • માર્કશીટ સ્પીડ પોસ્ટ દ્વારા સીધી તમારા રજિસ્ટર્ડ ઘરનાં સરનામે પહોંચાડી આપવામાં આવે છે.
  • સાથે ટ્રેકિંગ સુવિધા પણ ઉપલબ્ધ હોય છે, જેથી માર્કશીટ ક્યાં પહોંચી તેનું લોકેશન સરળતાથી જાણી શકે.

5) GSEB પ્રમાણપત્રો માટે અરજી ફી

પ્રમાણપત્રોઅરજી ફી
Duplicate Marksheet₹50/-
Migration Certificate₹100/-
Samkshata Pramanpatra₹200/-
Speed Post Charges₹50/-
  • અરજી પ્રક્રિયા દરમિયાન ફી ઓનલાઇન ચૂકવવી ફરજિયાત છે.

6) ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

Step 1: સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: www.gsebeservice.com

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Step 2: “Student Section” ટેબ પર ક્લિક કરો.

Step 3: તમારો વર્ગ/સ્ટ્રીમ પસંદ કરો:
SSC (ધોરણ 10)
HSC (ધોરણ 12)

Step 4: “Register Now” પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો

Step 5: મોબાઇલ નંબર અને પાસવર્ડ વડે લોગિન કરો.

Step 6: “Apply for Duplicate Marksheet” વિકલ્પ પસંદ કરો.

Step 7: ફોર્મમાં માગવામાં આવેલ જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો.

Step 8: લાગુ પડતી અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચુકવો.

Step 9: બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અરજી સબમિટ ફોર્મ કરો.

7) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

8) મહત્વપૂર્ણ સૂચનાઓ

  • પરીક્ષા સંબંધિત તમામ માહિતી સાચી રીતે દાખલ કરવી જરૂરી છે.
  • લોગિન અને અપડેટ્સ માટે સક્રિય મોબાઇલ નંબરનો ઉપયોગ કરો.
  • ડુપ્લિકેટ માર્કશીટ ફક્ત રજિસ્ટર્ડ સરનામે જ મોકલવામાં આવશે.
  • અરજી નંબર ભવિષ્યમાં ઉપયોગ માટે સુરક્ષિત રાખો.
  • આ સેવા SSC અને HSC બંને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.

9) GSEB SSC / HSC Duplicate Marksheet Online 2026 – FAQ

1) GSEB ડુપ્લિકેટ માર્કશીટ માટે કોણ અરજી કરી શકે?
જવાબ
: SSC (ધોરણ 10) અને HSC (ધોરણ 12) પાસ કરેલા તમામ વિદ્યાર્થીઓ જેમની માર્કશીટ ગુમ થઈ ગઈ હોય, તે અરજી કરી શકે છે.

2) GSEB ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ
: ઓફિશિયલ વેબસાઇટ gsebeservice.com પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

3) ડુપ્લિકેટ માર્કશીટ કેટલા દિવસમાં મળશે?
જવાબ
: સામાન્ય રીતે 3 થી 7 કાર્યદિવસમાં સ્પીડ પોસ્ટ દ્વારા માર્કશીટ રજિસ્ટર્ડ સરનામે મોકલવામાં આવે છે.

4) ડુપ્લિકેટ માર્કશીટની ફી કેટલી છે?
જવાબ
: ડુપ્લિકેટ માર્કશીટ માટે ₹50/- ફી છે અને સ્પીડ પોસ્ટ માટે ₹50/- અલગથી ચૂકવવાની રહેશે. (ઓનલાઇન ચુકવણી).