જો તમે ધોરણ 10 પાસ છો અને એક સુરક્ષિત સરકારી નોકરી શોધી રહ્યા છો, તો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કાર ડ્રાઈવર (Car Driver) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે.
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કુલ 48 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને વિવિધ પોસ્ટ ઓફિસ અને વિભાગીય કચેરીઓમાં નિયુક્તિ આપવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારો 19 જાન્યુઆરી 2026 સુધી ઓફલાઈન માધ્યમથી અરજી કરી શકે છે.
આ ભરતી સંબંધિત તમામ જરૂરી માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી નીચે આપવામાં આવી છે.
મુખ્ય હાઇલાઇટ્સ: India Post Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| ભરતી સંસ્થા | ભારતીય પોસ્ટ વિભાગે |
| ભરતીનું નામ | ઇન્ડિયા પોસ્ટ ડ્રાઈવર ભરતી 2026 |
| પદનું નામ | સ્ટાફ કાર ડ્રાઈવર |
| કુલ ખાલી જગ્યાઓ | 48 |
| પગાર | 19,900/- પ્રતિ મહિના |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19 જાન્યુઆરી 2026 |
| સત્તાવાર વેબસાઈટ | www.indiapost.gov.in |
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| સૂચના જાહેર થવાની તારીખ | 27 ડિસેમ્બર 2025 |
| ઓનલાઈન અરજી શરૂ | 27 ડિસેમ્બર 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19 જાન્યુઆરી 2026 |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે.
- ઉમેદવાર પાસે લાઇટ મોટર વાહન (LMV) માટેનું માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ
- ઓછામાં ઓછો 3 વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ ફરજિયાત છે.
- વાહનની મૂળભૂત જાળવણી (Basic Vehicle Maintenance) અંગે જ્ઞાન હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા (Age Limit)
ઉંમરની ગણતરી અધિકૃત ડોક્યુમેન્ટમાં નોંધાયેલ જન્મ તારીખના આધારે કરવામાં આવશે.
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 27 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
- OBC ઉમેદવાર: 3 વર્ષ
- SC / ST ઉમેદવાર: 5 વર્ષ
- ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen): સરકારના નિયમો મુજબ
પગાર (Salary)
આ પદ માટે પસંદ થયેલ ઉમેદવારોને 7મા પગાર પંચ (7th Pay Commission) મુજબ પે લેવલ–2 હેઠળ પગાર આપવામાં આવશે:
- માસિક પગાર: ₹19,900 થી ₹63,200
- ઉપરાંત ઉમેદવારોને મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડા ભથ્થું (HRA), મુસાફરી ભથ્થું (TA), પેન્શન તેમજ અન્ય સરકારી નિયમો મુજબના તમામ ભથ્થાં પણ મળશે.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:
1) ડ્રાઈવિંગ ટેસ્ટ
- લાઇટ મોટર વાહન (LMV) ચલાવવાની કુશળતા
- ટ્રાફિક નિયમોનું જ્ઞાન
- વાહન સુરક્ષિત રીતે સંભાળવાની ક્ષમતા
- વાહનની મૂળભૂત જાળવણી અંગેનું જ્ઞાન
2) ઇન્ટરવ્યુ
- ડ્રાઈવિંગ ટેસ્ટમાં સફળ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
3) દસ્તાવેજ ચકાસણી
- ઉમેદવારોના મૂળ દસ્તાવેજોની અને અનુભવની ચકાસણી કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો (Important Documents)
- ધોરણ 10 ની માર્કશીટ
- માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ
- અનુભવ પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
અરજી કેવી રીતે કરવી (How To Apply)
Step 1: સૌથી પહેલા www.indiapost.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
Step 2: નિર્ધારિત ફોર્મેટ મુજબ અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભરીને તેની ઉપર સહી કરો.
Step 3: અરજી સાથે ઉંમર, શૈક્ષણિક લાયકાત, ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઈવિંગનો અનુભવ તથા જરૂરી તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ જોડો.
Step 4: અરજી મોકલતી વખતે લિફાફા પર સ્પષ્ટ રીતે નીચે મુજબ લખવું જરૂરી છે:
“APPLICATION FOR THE POST OF STAFF CAR DRIVER (ORDINARY GRADE) AT MMS, AHMEDABAD”
Step 5: તૈયાર કરેલ અરજી માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા 19/01/2026 પહેલા નીચે આપેલ સરનામે મોકલો.
સિનિયર મેનેજર,
મેઇલ મોટર સર્વિસ,
GPO કમ્પાઉન્ડ,
મિર્ઝાપુર, અમદાવાદ – 380001
સૂચનાઓ
- અરજી માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે જ મોકલવાની રહેશે. અન્ય કોઈ પણ રીતે મોકલેલ અરજી રદ કરવામાં આવશે.
- અરજી ફોર્મ www.indiapost.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે.
- અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભરીને, સહી કરીને મોકલવું ફરજિયાત છે.
- અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ જોડવાની રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
FAQ – India Post Driver Recruitment 2026
1) અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: 19 જાન્યુઆરી 2026
2) આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?
જવાબ: ઓફલાઈન મોડમાં (સ્પીડ પોસ્ટ / રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા)
3) કાર ડ્રાઈવર પદ માટે લાયકાત શું છે?
જવાબ: ધોરણ 10 પાસ + માન્ય LMV લાયસન્સ + 3 વર્ષનો અનુભવ
4) પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?
જવાબ: ડ્રાઈવિંગ ટેસ્ટ + દસ્તાવેજ ચકાસણી
