જો તમે ધોરણ 10 પાસ છો અને સારી સરકારી નોકરીની શોધમાં છો, તો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતભરમાં 28,740 ગ્રામિણ ડાક સેવક (GDS) પદોની ભરતી જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી માટે ઉમ્મેદવારોની પસંદગી ધોરણ 10માં મેળવેલ માર્ક્સના આધારે કરવામાં આવશે અને કોઈ લેખિત પરીક્ષા લેવાશે નહીં. અરજી કરવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે.

આ ભરતી સંબંધિત પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

મુખ્ય હાઇલાઇટ્સ: India Post GDS Recruitment 2026

વિશેષતામાહિતી
ભરતી સંસ્થાભારતીય પોસ્ટ વિભાગ
પદનું નામગ્રામિણ ડાક સેવક (GDS)
કુલ ખાલી જગ્યાઓ28,740
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની રીતઓનલાઇન
શૈક્ષણિક લાયકાતધોરણ 10 પાસ
પસંદગી પ્રક્રિયાકોઈ પરીક્ષા નથી (મેરિટ આધારીત)
સત્તાવાર વેબસાઈટindiapostgdsonline.gov.in

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ (સંભાવિત)
નોટિફિકેશન જાહેર થવાની તારીખ31 જાન્યુઆરી 2026
GDS ઓનલાઈન અરજી શરૂ31 જાન્યુઆરી 2026
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ14 ફેબ્રુઆરી 2026
મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ28 ફેબ્રુઆરી 2026

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • ભારતીય પોસ્ટ GDS ભરતી 2026 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે ભારતની કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (મેટ્રિક) પાસ કરેલ હોવું જરૂરી છે.
  • આ ભરતી પ્રક્રિયામાં કોઈ નિશ્ચિત ન્યૂનતમ કટ-ઓફ માર્ક્સ રાખવામાં આવ્યા નથી. એટલે કે ધોરણ 10 પાસ કરેલા તમામ પાત્ર ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા (Age Limit)

ભારતીય પોસ્ટ GDS ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 40 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

ભારત સરકારના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • SC / ST ઉમેદવારો: 5 વર્ષ
  • OBC ઉમેદવારો: 3 વર્ષ
  • PwD ઉમેદવારો: 10 વર્ષ

અરજી ફી (Application Fee)

કેટેગરીઅરજી ફી
જનરલ₹100/-
OBC / EWS₹100/-
SC / ST / PWDમુક્ત (કોઈ ફી નથી)

અરજી ફી: અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  • ગ્રામિણ ડાક સેવક (GDS) ભરતીમાં ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે ધોરણ 10 માં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે.
  • ઉમેદવારોના માર્ક્સના આધારે રાજ્યવાર અથવા સર્કલવાર મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
  • મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં કરવામાં આવશે.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.
  • તમામ તબક્કાઓ પૂર્ણ કરનાર ઉમેદવારોને અંતિમ રીતે પસંદ કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents)

  • આધાર કાર્ડ
  • મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
  • ધોરણ 10નું માર્કશીટ
  • જન્મ તારીખનો પુરાવો (Date of Birth Proof)
  • જાતિ પ્રમાણપત્ર (Category Certificate)
  • કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર (Computer Training Certificate)
  • તાજેતરની પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી

અરજી કેવી રીતે કરવી? (How to Apply Online)

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Step 1: સૌપ્રથમ ઇન્ડિયા પોસ્ટની અધિકૃત વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

Step 2: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

Step 3: GDS ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરીને તમે અરજી પ્રક્રિયા શરૂ કરો.

Step 4: તમારી વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.

Step 5: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 6: અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો. (જો લાગુ પડતી હોય તો)

Step 7: બધી માહિતી ચકાસ્યા બાદ અંતમાં GDS અરજી ફોર્મ સબમિટ કરો.

મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટindiapostgdsonline.gov.in

India Post GDS Recruitment 2026 – FAQs

1) ઇન્ડિયા પોસ્ટ GDS 2026 ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે જાહેર થશે?
જવાબ
: નોટિફિકેશન અને ઓનલાઈન અરજી ફોર્મ 31 જાન્યુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

2) ઇન્ડિયા પોસ્ટ GDS 2026 માટે લાયકાત શું છે?
જવાબ
: ઉમેદવારોને માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (મેટ્રિક) પાસ હોવું જરૂરી છે.

3) GDS ભરતી માટે કોઈ પરીક્ષા લેવાય કે નહિ?
જવાબ
: નહીં, પસંદગી ધોરણ 10માં મેળવેલ માર્ક્સના આધારે તૈયાર મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે.

4) ઇન્ડિયા પોસ્ટ GDS 2026 માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ
: જયારે અરજી ફોર્મ ખુલશે, ત્યારે ઉમેદવારો indiapostgdsonline.gov.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.