રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSB) દ્વારા Apprentice – Peon પદો માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
ઓનલાઇન અરજી પ્રક્રિયા 16 જાન્યુઆરી 2026થી શરૂ થઈ ગઈ છે અને 23 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા તથા લાયક ઉમેદવારો RNSBની અધિકૃત વેબસાઇટ rnsb.bank.in પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.
આ ભરતી સંબંધિત પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ ઓનલાઇન અરજી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.
મુખ્ય હાઇલાઇટ્સ: Rajkot Nagarik Sahakari Bank(RNSB) Recruitment 2026
| વિગત | માહિતી |
| સંસ્થા | રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. (RNSB) |
| પદનું નામ | Apprentice – Peon |
| શૈક્ષણિક લાયકાત | કોઈપણ ગ્રેજ્યુએટ |
| નૌકરીનું સ્થળ | વાંકાનેર, ઉપલેટા |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| અધિકૃત વેબસાઇટ | rnsb.bank.in |
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| સૂચના જાહેર થવાની તારીખ | 16 જાન્યુઆરી 2026 |
| ઓનલાઈન અરજી શરૂ | 16 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 23 જાન્યુઆરી 2026 |
ખાલી જગ્યાની માહિતી (Vacancy Details)
1) Apprentice – Peon (વાંકાનેર)
- નોકરી સ્થળ: વાંકાનેર
2) Apprentice – Peon (ઉપલેટા)
- નોકરી સ્થળ: ઉપલેટા
શૈક્ષણિક લાયકાત (Education Qualification)
- આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર ભારતની માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ (Graduate) ડિગ્રી ધરાવતો હોવો જરૂરી છે.
- આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે અન્ય કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ ઉમેદવારો આ પદ માટે અરજી કરવા પાત્ર ગણાશે.
અનુભવ (Experience)
- ફ્રેશર ઉમેદવારો પણ આ પદ માટે અરજી કરી શકે છે.
- આ ભરતી માટે કોઈપણ કામનો અનુભવ જરૂરી નથી.
- બેંકિંગ ક્ષેત્રમાં નવા કારકિર્દીની શરૂઆત કરવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
આવશ્યકતા (Requirement)
- આ પદ માટે માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરવા માટે પાત્ર ગણાશે.
ઉંમર મર્યાદા (Age Limit)
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 30 વર્ષ
પસંદગી પ્રક્રિયા (Selection Process)
આ ભરતી પ્રક્રિયામાં માત્ર સ્થાનિક ઉમેદવારોને જ પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.
એટલે કે વાંકાનેરમાં ભરતી માટે માત્ર વાંકાનેરના સ્થાનિક ઉમેદવારો અને ઉપલેટામાં ભરતી માટે માત્ર ઉપલેટાના સ્થાનિક ઉમેદવારો જ અરજી કરવા તથા પસંદગી માટે પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌથી પહેલા RNSB ની સત્તાવાર વેબસાઈટ jobs.rnsb.bank.in પર જાઓ.
Step 2: જો તમે નવા ઉમેદવાર છો તો રજિસ્ટ્રેશન કરો, નહીંતર લૉગિન કરો.
Step 3: રજિસ્ટ્રેશન બાદ લિસ્ટમાંથી સંબંધિત નોકરી પસંદ કરો.
Step 4: જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
Step 5: તમામ વિગતો ચકાસી લીધા બાદ અરજી ફોર્મ “Submit કરો” અને ભવિષ્ય માટે તેનોપ્રિન્ટ કાઢી રાખો.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
Rajkot Nagarik Sahakari Bank(RNSB) Recruitment 2026 – FAQ
1) Apprentice – Peon પદ માટે કોણ અરજી કરી શકે છે?
જવાબ: કોઈપણ ગ્રેજ્યુએટ અને જે સંબંધિત સ્થળનો સ્થાનિક પુરુષ ઉમેદવાર Apprentice – Peon પદ માટે અરજી કરી શકે છે.
2) ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ શું છે?
જવાબ: Apprentice – Peon પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 23 જાન્યુઆરી 2026 છે.
3) આ પદ માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ: ઉમેદવાર અધિકૃત RNSB ભરતી પોર્ટલ jobs.rnsb.bank.in મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.
4) શું સ્ત્રી ઉમેદવારો અરજી કરી શકે છે?
જવાબ: નહિં, માત્ર પુરુષ ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે.
5) અનુભવ જરૂરી છે?
જવાબ: નહિં, ફ્રેશર ઉમેદવારો પણ Apprentice – Peon પદ માટે અરજી કરી શકે છે.
