ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા વર્ષ 2026 માટે ઓફિસ એટેન્ડન્ટ (Office Attendant) પદ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને 10 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની એક ઉત્તમ તક છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રસ ધરાવતા ઉમેદવારો RBIની સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર જઈને 4 ફેબ્રુઆરી, 2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.

આ ભરતી સંબંધિત પગાર, પરીક્ષા પેટર્ન, લાયકાત અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

મુખ્ય હાઇલાઇટ્સ: RBI Office Attendant Recruitment 2026

વિશેષતામાહિતી
સંસ્થા નામReserve Bank of India (RBI)
પદનું નામOffice Attendant
કુલ ખાલી જગ્યાઓ572
શૈક્ષણિક લાયકાત10મું પાસ
પગાર₹24,250/- મહિના
અરજી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટwww.rbi.org.in

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
ઓનલાઈન અરજી શરૂ15 જાન્યુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ4 ફેબ્રુઆરી 2026
ફી ભરવાની છેલ્લી તારીખ4 ફેબ્રુઆરી 2026
પરીક્ષા તારીખ (અંદાજિત)28 ફેબ્રુઆરી અને 01 માર્ચ 2026

ખાલી જગ્યાની માહિતી (Vacancy Details)

કુલ 572 ખાલી જગ્યાઓ વિવિધ RBI ઓફિસોમાં વહેંચવામાં આવી છે. ઉમેદવારો માત્ર કોઈ એક ઓફિસ માટે જ અરજી કરી શકે છે.

ઓફિસખાલી જગ્યાઓઓફિસખાલી જગ્યાઓ
અમદાવાદ29હૈદરાબાદ36
બેંગલુરુ16જયપુર42
ભોપાલ4કાનપુર અને લખનઉ125
ભુવનેશ્વર36કોલકાતા90
ચંડીગઢ2મુંબઈ33
ચેન્નઈ9નવી દિલ્હી61
ગુવાહાટી52પટના37
કુલ ખાલી જગ્યાઓ572

પગાર (Salary)

  • પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને શરૂઆતમાં 24,250 રૂપિયા મૂળ પગાર ઉપરાંત લાગુ પડતા અન્ય ભથ્થાં ઉમેદવારોને આપવામાં આવશે.
  • હાલમાં, Office Attendant પદ માટે (HRA વગરનો) કુલ પ્રારંભિક માસિક પગાર આશરે રૂ. 46,029/- રહેશે.
  • જો ઉમેદવાર બેંક દ્વારા આપવામાં આવેલા રહેઠાણમાં રહેતા ન હોય, તો તેમને તેમના મૂળ પગારના 15% મુજબ House Rent Allowance (HRA) પણ અલગથી મળશે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • ઉમેદવારે સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ (SSC) પાસ કરેલું હોવું જરૂરી છે.
  • જે ઉમેદવારો ગ્રેજ્યુએટ (Graduate) કે તેથી વધુ લાયકાત ધરાવે છે, તેઓ અરજી માટે પાત્ર નથી.
  • ઉમેદવારને ઓફિસ હેઠળ આવતાં રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની ભાષા વાંચતા, લખતા, બોલતા અને સમજતા આવડવી ફરજિયાત છે.

ઉંમર મર્યાદા (Age Limit)

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 25 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

સરકારી નિયમો અનુસાર ઉંમર છૂટછાટ લાગુ પડશે, જેમ કે:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • SC / ST: 5 વર્ષ
  • OBC: 3 વર્ષ
  • દિવ્યાંગ (PwD): 10 વર્ષ

અરજી ફી (Application Fee)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

શ્રેણીઅરજી ફી (+ 18% GST)
General / OBC / EWS₹450/-
SC / ST / SEBC / દિવ્યાંગ₹50/-

સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

1) ઓનલાઇન લેખિત પરીક્ષા (Online Written Examination)
2) ભાષા કુશળતા પરીક્ષા (Language Proficiency Test – LPT)

પરીક્ષા પેટર્ન (Exam Pattern)

1) ઓનલાઈન ટેસ્ટ
વિષયપ્રશ્નોમાર્ક્સ
રીઝનિંગ3030
જનરલ અંગ્રેજી3030
જનરલ અવેરનેસ3030
ન્યુમેરિકલ એબિલિટી3030
કુલ120120
  • કુલ સમય: 90 મિનિટ
2) ભાષા કુશળતા પરીક્ષા (LPT)
  • ઓનલાઇન ટેસ્ટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ભાષા કુશળતા પરીક્ષા (LPT) માટે બોલાવવામાં આવશે.
  • આ પરીક્ષા માત્ર ક્વોલિફાઈંગ માટેની રહેશે અને તે સંબંધિત રાજ્યની સ્થાનિક ભાષામાં લેવામાં આવશે.
  • (જેમ કે અમદાવાદ માટે ગુજરાતી, મુંબઈ માટે મરાઠી/કોંકણી).

અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: સૌથી પહેલા RBI ની સત્તાવાર વેબસાઈટ opportunities.rbi.org.in. પર જાઓ.

Step 2: “Vacancies” વિભાગ માં “Recruitment for the Post of Office Attendant” પર ક્લિક કરો.

Step 3: ત્યાંથી ભરતી સંબંધિત સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો અને રજિસ્ટ્રેશન કરો.

Step 4: રજિસ્ટ્રેશન બાદ “Apply” પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો.

Step 5: પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

Step 6: ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન અરજી ફી ભરો.

Step 7: તમામ વિગતો ચકાસી લીધા બાદ અરજી ફોર્મ Submit કરો અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી રાખો.

મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

FAQ – RBI Office Attendant Recruitment 2026

1) RBI Office Attendant ભરતી 2026 માટે કોણ અરજી કરી શકે?
જવાબ:
જે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ છે તેઓ અરજી કરી શકે છે.

2) RBI Office Attendant 2026 માટે કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?
જવાબ:
આ ભરતી હેઠળ કુલ 572 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

3) RBI Office Attendant પસંદગી પ્રક્રિયા શું છે?
જવાબ:
ઓનલાઇન લખિત પરીક્ષા + ભાષા કુશળતા પરીક્ષા (LPT)

4) RBI Office Attendant નો પગાર કેટલો છે?
જવાબ:
પસંદ થયેલા ઉમેદવારોને અંદાજે ₹24,250/- પ્રતિ મહિનો કુલ પગાર મળશે.

5) શું એકથી વધુ ઓફિસ માટે અરજી કરી શકાય?
જવાબ:
ના, ઉમેદવાર માત્ર એક જ ઓફિસ માટે અરજી કરી શકે છે.