જો તમે સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા CEN 09/2025 હેઠળ RRB ગ્રુપ D ભરતી 2026 માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે.
આ ભરતી દ્વારા ભારતીય રેલવેના વિવિધ ઝોનમાં અંદાજે 22,000 ગ્રુપ D પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
જે ઉમેદવારો ધોરણ 10 પાસ અથવા ITI લાયકાત ધરાવે છે તેઓ વેબસાઇટ મારફતે ઑનલાઇન અરજી કરી શકે છે.
આ પોસ્ટમાં ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: RRB Group D Recruitment 2026
| વિગતો | માહિતી |
| સંસ્થા | રેલવે ભરતી બોર્ડ (RRB) |
| પદનું નામ | ગ્રુપ D |
| જાહેરાત નં. | CEN 09/2025 |
| કુલ ખાલી જગ્યાઓ | 22,000 (અંદાજિત) |
| પગાર | ₹18,000/- (લેવલ-1, 7મો પગાર પંચ) |
| લાયકાત | ધોરણ 10 પાસ / ITI |
| અરજીનો પ્રકાર | ઑનલાઇન |
| સત્તાવાર વેબસાઇટ | indianrailways.gov.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન PDF જાહેર | 30 જાન્યુઆરી 2026 |
| ઓનલાઈન અરજી શરૂ | 31 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 02 માર્ચ 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 04 માર્ચ 2026 |
| પરીક્ષા તારીખ | બાદમાં જાહેર કરવામાં આવશે |
જગ્યાઓની માહિતી (Vacancy Details)
| પોસ્ટ | ખાલી જગ્યાઓ |
| Assistant (Track Machine) | 600 |
| Assistant (Bridge) | 600 |
| Track Maintainer (Group IV) | 11000 |
| Assistant (P-Way) | 300 |
| Assistant (TRD) | 800 |
| Assistant Loco Shed (Electrical) | 200 |
| Assistant Operations (Electrical) | 500 |
| Assistant (TL & AC) | 50 |
| Assistant (C & W) | 1000 |
| Pointsman B | 5000 |
| Assistant (S & T) | 1500 |
| કુલ | 22,000 જગ્યાઓ |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
ઉમેદવારો પાસે નીચેના માંથી કોઈ એક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે:
- 10મું પાસ: ઉમેદવારે ભારતની કોઈપણમાન્ય બોર્ડમાંથી ધોરણ 10 (મેટ્રિક) સફળતાપૂર્વક પાસ કરેલ હોવું જરૂરી છે. અથવા
- ITI પ્રમાણપત્ર: ઉમ્મેદવાર પાસે NCVT / SCVT દ્વારા માન્ય ITI પ્રમાણપત્ર હોવું જોઇઍ. અથવા
- NAC પ્રમાણપત્ર: National Apprenticeship Certificate ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
પગાર ની માહિતી (Salary)
RRB ગ્રુપ D પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-1 હેઠળ પગાર આપવામાં આવશે.
- શરૂઆતમાં પગાર: ₹18,000 પ્રતિ મહિનો
આ ઉપરાંત, રેલવેના નિયમો અનુસાર DA, HRA, TA સહિતની અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે.
ઉંમર મર્યાદા (Age Limit)
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 33 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
ભારત સરકાર / રેલવેના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમર મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે:
- OBC ઉમેદવારો: 3 વર્ષ
- SC/ST ઉમેદવારો: 5 વર્ષ
- PwBD ઉમેદવારો: 10 વર્ષ
અરજી ફી (Application Fee)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| કેટેગરી | અરજી ફી | રિફંડ (પરીક્ષા આપ્યા પછી) |
| General / OBC | ₹500/- | ₹400/- |
| SC / ST / PwBD | ₹250/- | ₹250/- |
| બધી મહિલા ઉમેદવારો માટે | ₹250/- | ₹250/- |
સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
પરીક્ષા પેટર્ન (Exam Pattern)
| વિષય | પ્રશ્નોની સંખ્યા | ગુણ |
| જનરલ સાયન્સ (General Science) | 25 | 25 |
| ગણિત (Mathematics) | 25 | 25 |
| રીઝનીંગ (General Intelligence & Reasoning) | 30 | 30 |
| જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ | 20 | 20 |
| કુલ | 100 | 100 |
- સમય: 90 મિનિટ
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/3 માર્ક કપાશે.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
RRB ગ્રુપ D ભરતી માટેની પસંદગી પ્રક્રિયા સામાન્ય રીતે નીચેના તબક્કાઓમાં કરવામાં આવે છે:
1) કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)
2) શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET)
3) ડોક્યુમેન્ટ ચકાસણી (Document Verification)
4) મેડિકલ ટેસ્ટ (Medical Test)
અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌપ્રથમ RRB સત્તાવાર વેબસાઇટ પર જાઓ: rrbapply.gov.in
Step 2: RRB Group D CEN 09/2025 ભરતી લિંક પર ક્લિક કરો
Step 3: ઑનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો
Step 4: લોગિન કર્યા પછી ઝોન પસંદ કરીને અરજી ફોર્મ ધ્યાનપૂર્વક ભરો
Step 5: જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો (ફોટો, સહી, પ્રમાણપત્રો)
Step 6: અરજી ફી ભરો (લાગુ પડતી હોય ત્યારે)
Step 7: અરજી સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેનો પ્રિન્ટઆઉટ કાઢી રાખો
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
RRB Group D Recruitment 2026 – FAQ
1) RRB ગ્રુપ D 2026 માટે ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: RRB ગ્રુપ D 2026 માટે ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20-02-2026 છે.
2) ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકે?
જવાબ: હા, અગાઉનો અનુભવ જરૂરી નથી.
3) RRB ગ્રુપ D 2026 માટે અરજી કરવાની લાયકાત શું છે?
જવાબ: ઉમેદવાર પાસે ITI અથવા ધોરણ 10 પાસ લાયકાત હોવી જરૂરી છે.
4) મહિલા ઉમેદવારો અરજી કરી શકે?
જવાબ: હા, મહિલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે અને કેટેગરી મુજબ વયછૂટ પણ મળે છે.
5) RRB ગ્રુપ D 2026 હેઠળ કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
જવાબ: કુલ 22,000 (અંદાજિત) જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
