જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે બેન્કમાં કરિયર બનાવવાની તક આવી ગઈ છે. ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી અંતર્ગત સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) ની કુલ 2050 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ બેંકમાં તમને સારા પગારની સાથે કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ પણ મળી રહશે.

રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 18 ફેબ્રુઆરી 2026 સુધી SBI ની અધિકૃત વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: SBI Circle Based Officer Recruitment 2026

વિશેષતામાહિતી
સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પદનું નામસર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)
જાહેરાત નંબરCRPD/ CBO/2025-26/18
કુલ ખાલી જગ્યાઓ2050
અરજીનો માધ્યમઓનલાઈન
પગાર48,480 થી 85,920 પ્રતિ મહિના
અધિકૃત વેબસાઇટsbi.co.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
નોટિફિકેશન PDF જાહેર28 જાન્યુઆરી 2026
ઓનલાઇન અરજી શરૂ29 જાન્યુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ18 ફેબ્રુઆરી 2026
ફી ચુકવણીની અંતિમ તારીખ18 ફેબ્રુઆરી 2026
ઓનલાઇન પરીક્ષા (CBT) (અનુમાનિત)માર્ચ 2026

3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

રાજ્યભાષાકુલ ખાલી જગ્યાઓ
Maharashtra / GoaMarathi / Konkani337
Gujarat / DNH / DDGujarati194
Uttar Pradesh / RajasthanHindi 303
West Bengal / Sikkim / A&N IslandsBengali / Nepali200
KarnatakaKannada200
Tamil Nadu / PondicherryTamil165
J&K / Ladakh / HP / Haryana / PunjabHindi / Punjabi103
Madhya Pradesh / ChhattisgarhHindi97
Andhra PradeshTelugu97
OdishaOdia80
TelanganaTelugu80
Uttarakhand Hindi76
Assam, AP, ManipurAssamese / Bengali / Bodo68
Kerala / LakshadweepMalayalam50
કુલ જગ્યાઓ2050

4) પગાર (Salary)

  • ભારતીય સ્ટેટ બેંક (SBI)ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I (JMGS-I) મુજબ પગાર આપવામાં આવશે.
  • આ પદ માટેનો શરૂઆતનો મૂળ પગાર રૂ. 48,480/- રહેશે અને કાર્ય અનુસાર રૂ. 85,920/- સુધીનો પગાર આપવામાં આવશે.
  • તે ઉપરાંત, બેંકના નિયમો અનુસાર ઉમેદવારને મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડા ભથ્થું (HRA), મેડિકલ લાભ, લીઝ રેન્ટલ તેમજ અન્ય વિવિધ ભથ્થાં અને સુવિધાઓ પણ મળશે.

5) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) ડિગ્રી હોવી ફરજિયાત છે.

6) અનુભવ (Experience)

  • ઉમેદવાર પાસે કોઈપણ વાણિજ્યિક બેંક અથવા પ્રાદેશિક ગ્રામિણ બેંક (RRB) માં અધિકારી તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

7) ઉંમર મર્યાદા (Age Limit)

SBI ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • ઓછામાં ઓછી: 21 વર્ષ
  • વધુમાં વધુ: 30 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

SBI બેંકના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:

  • SC / ST ઉમેદવારો: 5 વર્ષ
  • OBC ઉમેદવારો: 3 વર્ષ
  • PwBD ઉમેદવારો: 15 વર્ષ
  • Ex-Servicemen: 5 વર્ષ

8) અરજી ફી (Application Fees)

કેટેગરીફી
General / OBC / EWS₹ 750/-
SC / ST₹ 0/-
  • એકવાર ચુકવેલ ફી / ચાર્જિસ પરત આપવામાં આવશે નહીં(NOT be Refunded).
  • ફી ચુકવણી ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા કરી શકાય છે.

9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)

ઓનલાઇન પરીક્ષા (CBT) પેટર્ન:
  • કુલ સમય: 2 કલાક 30 મિનિટ
  • કુલ પ્રશ્નો: 120 (Objective) + 2 (Descriptive)
  • કુલ માર્ક્સ: 120 + 50 = 170
  • નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ માટે કોઈ માર્ક્સ કપાશે નહિ.
ટેસ્ટ A: Objective Test
વિષયપ્રશ્નોમાર્ક્સ
અંગ્રેજી ભાષા3030
બેંકિંગ જ્ઞાન4040
સામાન્ય જાગૃતિ / અર્થતંત્ર3030
કમ્પ્યુટર યોગ્યતા2020
કુલ120120
ટેસ્ટ B: Descriptive Tests
વિષયપ્રશ્નોમાર્ક્સ
પત્ર લેખન (Letter Writing)125
નિબંધ (Essay)125
કુલ250

10) પસંદગી પ્રક્રિયા (Selection Process)

SBI CBO ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

1) ઓનલાઈન પરીક્ષા (Online Examination)
2) ડોક્યુમેન્ટ્સ સ્ક્રિનિંગ (Screening of Documents)
3) ઇન્ટરવ્યૂ (Interview)
4) સ્થાનિક ભાષા પ્રાવિણ્ય પરીક્ષણ (Local Language Proficiency Test)
5) અંતિમ પસંદગી (Final Selection)

11) અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: સૌથી પહેલા SBI ની અધિકૃત વેબસાઇટ sbi.co.in/careers પર જાઓ.

Step 2: “Current Openings” માં “Recruitment of Circle Based Officers – 2026” શોધો.

Step 3: “Apply Online” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.

Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.

Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 7: જરૂરી અરજી ફી ઓનલાઈન ચુકવો.

Step 8: અરજી સબમિટ કર્યા પછી અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

12) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

13) SBI Circle Based Officer Recruitment 2026 – FAQ

1) SBI CBO Recruitment 2026 માટે કોણ અરજી કરી શકે?
જવાબ
: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને બેંકમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અધિકારી તરીકેનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

2) આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા કેવી છે?
જવાબ
: ઉમેદવારોએ SBI ની સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers પરથી સંપૂર્ણ ઓનલાઈન અરજી કરવી પડશે.

3) SBI CBO ની પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ
: પસંદગી ઓનલાઇન પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને સ્થાનિક ભાષા કસોટી આધારે કરવામાં આવશે.

4) SBI CBO નો પ્રારંભિક પગાર કેટલો છે?
જવાબ
: SBI CBO પદ માટે પ્રારંભિક મૂળભૂત પગાર આશરે રૂ. 48,480/- રહેશે, સાથે અન્ય ભથ્થાં મળશે.

5) SBI CBO પદ માટે વય મર્યાદા કેટલી છે?
જવાબ
: ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જ્યારે રિઝર્વ કેટેગરીને નિયમ મુજબ છૂટ મળશે.