જો તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને દર મહિને આવતા વીજ બિલથી મુક્તિ મેળવી ને ઘરે બેઠા કમાણી કરવા માંગતા હો, તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના તમારા માટે ખૂબ જ લાભદાયી બની શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર સોલાર પેનલના કુલ ખર્ચના લગભગ 40% જેટલી રકમ સબ્સિડી તરીકે સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરશે, તેમજ દર મહિને 300 યૂનિટ સુધી મફત વીજળી પૂરી પાડશે.

ચાલો આ પોસ્ટમાં અમે તમને રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને યોજનાથી મળતા તમામ લાભોની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપીએ.

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં શરૂ કરેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નાગરિકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે.

આ ઉપરાંત, છત પર 3 કિલોવોટ સુધીના સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા રૂ. 78,000 સુધીની સબ્સિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ યોજનાની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને સરળ છે, જે પીએમ સૂર્ય ઘર યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmsuryaghar.gov.in પરથી કરી શકાય છે.

સબસિડીની માહિતી અને રકમ

PM Surya Ghar Muft Bijli Yojanaમાં નીચે પ્રમાણે સબસિડી આપવામાં આવે છે:​

સોલાર પેનલ ક્ષમતામળતી સબસિડી​
1 કિલોવોટ સિસ્ટમ માટે30,000 સબસિડી​
2 કિલોવોટ સિસ્ટમ માટે60,000 સબસિડી​
3 કિલોવોટ કે તેથી વધુ78,000 સબસિડી

લાભાર્થીઓ તેમના બેંક ખાતામાં સીધી સબસિડી મેળવી શકશે. આ સબસિડી સામાન્ય રીતે 30 દિવસની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Surya Ghar Muft Bijli Yojanaનો લાભ કોણ લઈ શકે?

  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
  • અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે
  • માન્ય વીજળી કનેક્શન હોવું જરૂરી
  • અરજદારે અગાઉ સોલર પેનલ માટે કોઈ અન્ય સબસિડી મેળવી ન હોવી જોઈએ
  • ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુ પ્રાધાન્ય મળશે

PM Solar Panel Yojanaના મોટા ફાયદા

  • વીજ બિલમાં મોટી બચત
  • વધારાની વીજળી વેચીને આવક
  • દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી
  • સરકાર તરફથી સીધી સબ્સિડી
  • મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને આર્થિક રાહત
  • પર્યાવરણને બચાવવામાં તમારું યોગદાન આપી શકો

કેવી રીતે થશે કમાણી?

  • આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે મફત વીજળી ઉપરાંત પૈસા કમાવવાનો મોકો પણ આપે છે. સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વધારાની વીજળી તમે નેટ મીટરિંગ સિસ્ટમ મારફતે વીજળી વિતરણ કંપની (DISCOM)ને વેચી શકો છો.
  • આ રીતે, એક તરફ તમારું વીજળીનું બિલ બચે છે અને બીજી તરફ નિયમિત વધારાની કમાણી પણ થાય છે.

જરૂરી દસ્તાવેજો (Required Documents)

  • આધાર કાર્ડ (બેંક સાથે લિંક હોવું જોઈએ)
  • મૂળ નિવાસ પ્રમાણપત્ર
  • વીજળીનું બિલ (3 મહિના કરતાં જૂનું ન હોવું જોઈએ)
  • બેંક પાસબુક
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • રેશન કાર્ડ (જો લાગુ પડે)
  • મોબાઇલ નંબર
  • આવકનું પ્રમાણપત્ર
  • મિલકતના દસ્તાવેજો (રહેઠાણના પુરાવા સાથે)

અરજી કરવાની પ્રક્રિયા (How to Apply)

PM Surya Ghar Muft Bijli Yojana માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે.

Step 1: પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો
  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ pmsuryaghar.gov.in પર જાઓ
  • “Consumer” વિકલ્પ પર ક્લિક કરી “Apply Now” સિલેક્ટ કરો
  • તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા વેરિફિકેશન કરો
Step 2: જરૂરી માહિતી ભરો
  • નામ, ઇમેઇલ ID, રાજ્ય, જિલ્લો, પિન કોડ, DISCOM અને Consumer Number દાખલ કરો
  • ઓટો-ફિલિંગ માટે “Fetch Details” પર ક્લિક કરો
  • ત્યારબાદ Next બટન દબાવી અરજી સબમિટ કરો
Step 3: DISCOM મંજૂરીની રાહ જુઓ
  • Feasibility Approval મળ્યા બાદ
  • પોર્ટલ પરથી રજિસ્ટર્ડ વેન્ડર પસંદ કરો
  • વેન્ડર તમારી છતની તપાસ કરશે
Step 4: સોલાર પેનલ ઇન્સ્ટોલેશન
  • વેન્ડર સોલાર પેનલ, ઇન્વર્ટર અને નેટ મીટર લગાવશે​
  • ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી વેન્ડર તેની વિગતો પોર્ટલ પર સબમિટ કરશે
Step 5: DISCOM નિરીક્ષણ
  • DISCOM દ્વારા સાઇટ ઇન્સ્પેક્શન કરવામાં આવશે
  • નિરીક્ષણ પૂર્ણ થયા પછી “Commissioning Certificate” આપવામાં આવશે
Step 6: સબસિડી મેળવો
  • બેંક ખાતાની વિગતો અને રદ કરેલ ચેક અપલોડ કરો
  • 30 દિવસની અંદર સબસિડીની રકમ આધાર-લિંક્ડ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે

સૂચના: વધુ માહિતી માટે Official Department Website ની મુલાકાત લો.

FAQ – PM Surya Ghar Muft Bijli Yojana 2026

1) PM Surya Ghar Muft Bijli Yojana શું છે?
જવાબ:
ઘરની છત પર સોલાર પેનલ લગાવનાર લાભાર્થીને સરકાર તરફથી સબસિડી અને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે.

2) આ યોજના માટે કોણ પાત્ર છે?
જવાબ:
છત ધરાવતા ઘરનાં માલિકો અને માન્ય વીજ કનેક્શન ધરાવતા નાગરિકો આ યોજના કોણ પાત્ર છે.

3) સોલાર પેનલ પર કેટલી સબસિડી મળે છે?
જવાબ:
3 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ માટે ₹78,000 સુધી સબસિડી મળે છે.

4) PM Surya Ghar Yojana માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ:
અરજદાર pmsuryaghar.gov.in વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરીને સરળ રીતે અરજી કરી શકે છે.