RRB ALP Recruitment 2026: શુ તમે ભારતીય રેલ્વેમાં સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતીય રેલ્વે હેઠળ કાર્યરત રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી અંતર્ગત ભારતના વિવિધ રેલ્વે ઝોનમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ(ALP) ની કુલ 11,127 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

જે ઉમ્મેદવારોએ 10મું ધોરણ અને ITI અથવા એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું છે તેઓ આ પદ માટે અરજી કરી શકે છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: RRB ALP Recruitment 2026

વિશેષતામાહિતી
ભરતી સંસ્થારેલ્વે ભરતી બોર્ડ (RRB)
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP)
કુલ ખાલી જગ્યાઓ11,127
જાહેરાત નંબરCEN 01/2026
અરજી કરવાની રીત ઓનલાઇન
શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ + ITI
સત્તાવાર વેબસાઈટrrbapply.gov.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
નોટિફિકેશન PDF જાહેર16 માર્ચ 2026
ઓનલાઇન અરજી શરૂ15 મે 2026
અરજી કરવાની છેલ્લી તારીખ14 જૂન 2026
પરીક્ષા તારીખપછીથી જાહેર થશે

3) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.

  • 10મું પાસ કરેલું હોવું જોઈએ.
  • ITI પ્રમાણપત્ર અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ.
  • લાયકાત માન્ય સંસ્થામાંથી હોવી જોઈએ.

4) પગાર (Salary)

પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
સ્ટ્રીમવિગતો
પગાર સ્તર7મા પગાર પંચ (લેવલ-2 હેઠળ)
શરૂઆતનો મૂળ પગાર₹19,900 પ્રતિ માસ
અન્ય લાભોમકાન ભથ્થું (HRA), મોંઘવારી ભથ્થું (DA), પ્રવાસ ભથ્થું (TA) વગેરે ભથ્થાં અને સુવિધાઓ

5) ઉંમર મર્યાદા (Age Limit)

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 30 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

સરકારી નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:

કેટેગરીઉંમરમાં છૂટછાટ
OBC3 વર્ષ
SC/ST5 વર્ષ
દિવ્યાંગ (PwD)10 વર્ષ

6) અરજી ફી (Application Fees)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

કેટેગરીઅરજી ફી
જનરલ / OBC / EWS₹500
SC / ST / PwBD₹250
તમામ મહિલા ઉમેદવારો₹250
  • સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

7) પસંદગી પ્રક્રિયા (Selection Process)

RRB ALP ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

1) કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
2) ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Verification)
3) મેડિકલ ટેસ્ટ (Medical Test)
4) અંતિમ પસંદગી (Final Selection)

8)જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents)

  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
  • મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ / મતદાર કાર્ડ)
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • PwBD પ્રમાણપત્ર (લાગુ પડે તો)

9) અરજી કેવી રીતે કરવી? (How to Apply)

RRB ALP ભરતી 2026 માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Step 1: સૌથી પહેલા RRB ની અધિકૃત વેબસાઇટ rrbapply.gov.in પર જાઓ.

Step 2: “Latest Updates” માં “rrb alp recruitment 2026” શોધો.

Step 3: “Apply” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.

Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

Step 5: ફોર્મમાં માગવામાં આવેલ જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો.

Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 7: અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો.

Step 8: અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

10) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજી15/05/2026 ના રોજ લિંક ચાલુ થશે
સૂચના PDF અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટwww.rrbapply.gov.in

11) RRB Assistant Loco Pilot Recruitment 2026 – FAQ

1) RRB ALP ભરતી 2026માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ
: આ ભરતીમાં કુલ 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

2) RRB ALP માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ
: ઉમેદવાર ધોરણ 10 પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI અથવા ડિપ્લોમા હોવો જરૂરી છે.

3) શું એક ઉમેદવાર એક કરતા વધુ RRB ઝોનમાં અરજી કરી શકે?
જવાબ
: ના, ઉમેદવાર માત્ર એક જ RRB ઝોન માટે અરજી કરી શકે છે. એકથી વધુ અરજી કરવા પર ફોર્મ રદ થશે.

4) RRB ALPનો પ્રારંભિક પગાર કેટલો હોય છે?
જવાબ
: પ્રારંભિક મૂળ પગાર આશરે ₹19,900 પ્રતિ માસ છે, સાથે ભથ્થાં મળે છે.

5) RRB ALP ભરતી 2026 માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
જવાબ
: ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 મે 2026 ના રોજ શરૂ થશે.