ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ ટેકનિકલ તથા વહીવટી પદોની ભરતી માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી હેઠળ કુલ 09 ખાલી જગ્યાઓ માટે સહાયક ઈજનેર (મેકેનિકલ/ઇલેક્ટ્રિકલ), સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક/ઇન્સ્પેક્ટર તથા લેબ ટેકનિશિયન જેવા પદો માટે ભરતી કરવામાં આવશે.

ઇચ્છુક ઉમેદવારો 29 જાન્યુઆરી 2026 સુધી OJAS ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પોસ્ટમાં આગળ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

1. મુખ્ય હાઇલાઇટ્સ: BMC Recruitment 2026

વિગતોમાહિતી
સંસ્થાનું નામભાવનગર મહાનગરપાલિકા (BMC)
પદોના નામસિનિયર ક્લાર્ક, AAE, હેડ ક્લાર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન
કુલ ખાલી જગ્યાઓ09
અરજી કરવાની રીતઓનલાઈન (OJAS પોર્ટલ)
નોકરીનું સ્થાનભાવનગર, ગુજરાત
અરજીની તારીખો09 જાન્યુઆરી 2026 થી 29 જાન્યુઆરી 2026
સત્તાવાર વેબસાઈટbmcgujarat.com, ojas.gujarat.gov.in

2. મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
સૂચના જાહેર થવાની તારીખ09 જાન્યુઆરી 2025
ઓનલાઈન અરજી શરૂ09 જાન્યુઆરી 2026 (બપોરે 02:00 વાગ્યા)
અરજી કરવાની છેલ્લી તારીખ29 જાન્યુઆરી 2026 (રાત્રી 11:59 વાગ્યા)
ફી ભરવાની છેલ્લી તારીખ 02 ફેબ્રુઆરી 2026 (બપોરે 03:00 વાગ્યા)

3. ખાલી જગ્યાની માહિતી (Vacancy Details)

પદનું નામકુલ ખાલી જગ્યાઓ
સહાયક ઈજનેર (મેકેનિકલ)01
સહાયક ઈજનેર (ઇલેક્ટ્રિકલ)02
ટેકનિકલ આસિસ્ટન્ટ (મેકેનિકલ)02
હેડ ક્લાર્ક / ઇન્સ્પેક્ટર01
સિનિયર ક્લાર્ક01
લેબ ટેકનિશિયન02
કુલ09

4. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

દરેક પદ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ પગારધોરણ અંગેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
જાહેરાત ક્રમાંકપદનું નામશૈક્ષણિક લાયકાત
19/2025-26સહાયક ઈજનેર (મેકેનિકલ)B.E./B.Tech (Mechanical)
20/2025-26સહાયક ઈજનેર (ઇલેક્ટ્રિકલ)B.E./B.Tech (Electrical)
21/2025-26ટેકનિકલ આસિસ્ટન્ટ (મેકેનિકલ)B.E./B.Tech (Mechanical)
22/2025-26હેડ ક્લાર્ક / ઇન્સ્પેક્ટરકોઈપણ શાખામાં સ્નાતક (Graduate)
23/2025-26સિનિયર ક્લાર્કકોઈપણ શાખામાં સ્નાતક (Graduate)
24/2025-26લેબ ટેકનિશિયનB.Sc Chemistry સ્નાતક

5. પગાર (Salary)

  • પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે સ્થિર પગાર: ₹26,000/- થી ₹49,600/- પ્રતિ મહિને (પદ અનુસાર)
  • પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી: 7મા પગાર પંચ (7th Pay Commission) મુજબ પે મેટ્રિક્સ લેવલ-4 થી લેવલ-7 હેઠળ નિયમિત નિમણૂક કરવામાં આવશે.

6. ઉંમર મર્યાદા (Age Limit)

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ: ઉમ્મેદવારો ને જણાવવાનું કે અનામત વર્ગ, મહિલાઓ, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિકોને ગુજરાત સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

સૂચના: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા પોતાની પસંદના પદની ચોક્કસ માહિતી જાણવા માટે OJAS વેબસાઈટ પર આપવામાં આવેલી સત્તાવાર સૂચના ધ્યાનપૂર્વક વાંચવી.

7. અરજી ફી (Application Fees)

  • આ ભરતી માટે ઉમેદવારોને નિર્ધારિત અરજી ફી પોસ્ટ ઓફિસ મારફતે ભરવાની રહેશે.
  • અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 02 ફેબ્રુઆરી 2026 છે અને બપોરે 03:00 વાગ્યા સુધી ફી ચૂકવવી ફરજિયાત રહેશે.
  • નક્કી કરેલ સમયમર્યાદામાં અરજી ફી ચૂકવવામાં નહીં આવે તો આવી અરજીઓ આપમેળે રદ કરવામાં આવશે.
કેટેગરીફીની રકમ
Generalરૂ. 500/-
SC/ST/OBC/EWS/PHરૂ. 250/-

8. પસંદગી પ્રક્રિયા (Selection Process)

  • ઉમેદવારોની પસંદગી મેરિટ, લેખિત પરીક્ષા અથવા પસંદગી સમિતિ દ્વારા નક્કી કરાયેલા માપદંડોના આધારે કરવામાં આવી શકે છે.
  • તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દસ્તાવેજોની ચકાસણી (Document Verification) કરવામાં આવશે.
  • તે પૂર્ણ થયા પછી જ ઉમેદવારની અંતિમ પસંદગી કરવામાં આવશે.

9. અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: સૌપ્રથમ સત્તાવાર OJAS ગુજરાત વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.

Step 2: Online Application → Apply પર ક્લિક કરો

Step 3: Bhavnagar Municipal Corporation (BMC) પસંદ કરો

Step 4: તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો

Step 5: વેબસાઇટ પર આપવામાં આવેલી તમામ સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચો

Step 6: અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો.

Step 7: ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.

Step 8: ફોર્મ પૂર્ણ થયા પછી અરજી કન્ફર્મ કરો, જેથી તમને એક કન્ફર્મેશન નંબર મળશે.

Step 9: ફોર્મ સબમિટ કરી અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી તેને સુરક્ષિત રીતે સાચવી રાખો.

10. મહત્વપૂર્ણ સૂચનાઓ (Important Instructions)

  • અરજીઓ માત્ર ઓનલાઇન મારફતે જ સ્વીકારવામાં આવશે
  • અરજી ફી પોસ્ટ ઓફિસ મારફતે ભરવી ફરજિયાત છે.
  • અધૂરી અથવા ખામી ધરાવતી અરજીઓ આપમેળે રદ કરવામાં આવશે.
  • ભવિષ્યમાં ઉપયોગ માટે અરજીના કન્ફર્મેશન નંબર ને સુરક્ષિત રીતે સાચવી રાખવો.

11. મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

12. BMC Recruitment 2026 – FAQ

1) BMC ભરતી 2026 માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ
: ઉમેદવારોને OJAS ગુજરાત પોર્ટલ (ojas.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

2) ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ
: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2026 છે.

3) પદો માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ
: દરેક પોસ્ટ માટે અલગ – અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે.

4) અરજી ફી કેવી રીતે ચૂકવવી?
જવાબ
: અરજી ફી પોસ્ટ ઓફિસમાં ભરવી ફરજિયાત છે. ફી ન ભરતાં અરજીઓ આપોઆપ રદ કરવામાં આવશે.