અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ 45 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને Food Safety Officer ના પદ માટે યોજાઈ રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બેચલર અથવા માસ્ટર ડિગ્રી ધરાવતા લાયક ઉમેદવારો આ ભરતી માટે AMCની સત્તાવાર વેબસાઈટ ahmedabadcity.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

અરજી કરવાની પ્રક્રિયા 13 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 27 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે. આ ભરતી સંબંધિત પગાર, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

મુખ્ય હાઇલાઇટ્સ: AMC Assistant Food Safety Officer Recruitment 2026

વિશેષતામાહિતી
સંસ્થા નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પદનું નામAssistant Food Safety Officer
જાહેરાત નં.20/2025-26
કુલ ખાલી જગ્યાઓ45
પગારરૂ. 49,600/- મહિના
નોકરી સ્થળઅમદાવાદ, ગુજરાત
અરજી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટwww.ahmedabadcity.gov.in

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
સૂચના જાહેર થવાની તારીખ13 જાન્યુઆરી 2026
ઓનલાઈન અરજી શરૂ13 જાન્યુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ27 જાન્યુઆરી 2026
ફી ભરવાની છેલ્લી તારીખ29 જાન્યુઆરી 2026

પગાર (Salary)

  • પ્રથમ ત્રણ વર્ષ માટે: દર મહિને રૂ. 49,600/- નિશ્ચિત પગાર આપવામાં આવશે.
  • ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ: મેટ્રિક્સ મુજબ રૂ. 39,900 થી 1,26,600 સુધીનો નિયમિત પગાર મળશે.

આ ઉપરાંત સરકારના નિયમો મુજબ અન્ય ભથ્થાં પણ આપવામાં આવશે.

ઉંમર મર્યાદા (Age Limit)

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 35 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

સરકારી નિયમો અનુસાર ઉંમર છૂટછાટ લાગુ પડશે, જેમ કે:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • SC / ST / SEBC / EWS: 5 વર્ષ
  • મહિલા ઉમેદવાર: 5 વર્ષ
  • દિવ્યાંગ (PwD): 10 વર્ષ

શૈક્ષણિક લાયકાત (Education Qualification)

આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર અથવા માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે.

  • ફૂડ ટેકનોલોજી
  • ડેરી ટેકનોલોજી
  • બાયોટેકનોલોજી
  • ઓઈલ ટેકનોલોજી
  • કૃષિ વિજ્ઞાન (Agricultural Science)
  • વેટરિનરી સાયન્સિસ
  • બાયો-કેમિસ્ટ્રી
  • માઇક્રોબાયોલોજી
  • કેમિસ્ટ્રી
  • મેડિકલ ક્ષેત્ર

અરજી ફી (Application Fee)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

શ્રેણીઅરજી ફી
General / OBC₹500/-
SC / ST / SEBC / EWS₹250/-
દિવ્યાંગ (PWD)₹0/- (ફી નથી)

સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

1) લેખિત પરીક્ષા / MCQ ટેસ્ટ (Written Exam/ MCQ Test)
2) ડોક્યુમેન્ટ ચકાસણી (Document Verification)
3) ઇન્ટરવ્યુ (Interview)

અરજીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી (How to Apply)

Step 1: સૌથી પહેલા AMC નીસત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર જાઓ.

Step 2: હોમપેજ પર આપેલા“Recruitment & Results” વિભાગમાં જાઓ.

Step 3: ત્યાંથી ભરતી સંબંધિત જાહેરાત 21/2025-26 પસંદ કરો.

Step 4: “Apply Online” પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો.

Step 5: પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

Step 6: ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન અરજી ફી ભરો.

Step 7: તમામ વિગતો ચકાસી લીધા બાદ ફોર્મ Submit કરો અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી રાખો.

મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

FAQ – AMC Assistant Food Safety Officer Recruitment 2026

1) AMC Assistant Food Safety Officer ભરતી 2026 માટે કેટલી જગ્યાઓ છે?
જવાબ:
આ ભરતી હેઠળ કુલ 45 જગ્યાઓ ઉપલબ્ધ છે.

2) આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ:
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 27/01/2026 છે.

3) આ પદ માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ:
માન્ય યુનિવર્સિટીમાંથી Food Technology, Dairy Technology, Biotechnology, Chemistry, Microbiology વગેરે વિષયોમાં બેચલર / માસ્ટર / ડોક્ટોરેટ ડિગ્રી જરૂરી છે.

4) અરજી કેવી રીતે કરવી?
જવાબ:
ઉમેદવારોને AMCની સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવી પડશે.