ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના માર્ગ અને મકાન (R&B) વિભાગ હેઠળ વર્ક આસિસ્ટન્ટના કુલ 336 પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.
ઓનલાઇન અરજી પ્રક્રિયા 16-01-2026થી શરૂ થશે અને 30-01-2026 સુધી ચાલુ રહેશે. ઉમેદવારોએ GSSSBની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ ભરતી સંબંધિત પગાર, પસંદગી પ્રક્રિયા, લાયકાત અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
મુખ્ય હાઇલાઇટ્સ: GSSSB Work Assistant Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગ | માર્ગ અને મકાન (R&B) વિભાગ |
| પદનું નામ | વર્ક આસિસ્ટન્ટ (Work Assistant) |
| કુલ જગ્યાઓ | 336 |
| નોકરીનું સ્થાન | ગુજરાત |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| સત્તાવાર વેબસાઇટ્સ | gsssb.gujarat.gov.in, ojas.gujarat.gov.in |
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| સૂચના જાહેર થવાની તારીખ | 15 જાન્યુઆરી 2026 |
| ઓનલાઈન અરજી શરૂ | 16 જાન્યુઆરી 2026 (બપોરે 02:00 વાગ્યાથી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 જાન્યુઆરી 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
ખાલી જગ્યાની માહિતી (Vacancy Details)
GSSSB દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આવેલી વિવિધ કચેરીઓમાં કુલ 336 વર્ક આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
આ જગ્યાઓ સરકારના નિયમો મુજબ General, EWS, SC, ST, SEBC તેમજ વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવી છે.
ભરતીની મુખ્ય માહિતી
GSSSB દ્વારા જાહેર કરાયેલી આ ભરતી મુખ્યત્વે રાજ્યના માર્ગ અને મકાન (R&B) વિભાગ તેમજ પંચાયત વિભાગમાં ખાલી પડેલી વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે છે.
આ પદ પર પસંદગી પામનાર ઉમેદવારોને સરકારી બાંધકામ પ્રોજેક્ટ્સનું સુપરવિઝન, કામગીરીનું રિપોર્ટિંગ તેમજ જાળવણી (મેન્ટેનન્સ) સંબંધિત જવાબદારીઓ નિભાવવાની રહેશે.
પગાર (Salary)
- શરૂઆતના પાંચ વર્ષ માટે: ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે.
- 5 વર્ષ પછી: 7મા પગાર પંચ મુજબ નિયમિત ₹25,500 થી ₹81,100 પગાર + લાગુ પડતા ભથ્થાં મળશે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
GSSSB વર્ક આસિસ્ટન્ટ ભરતી 2026 માટે ઉમેદવારોને નીચેની લાયકાતો પૂર્ણ કરવી જરૂરી છે:
- માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (Diploma in Civil Engineering) અથવા તેની સમકક્ષ લાયકાત
- કમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન
મહત્વપૂર્ણ નોંધ: સિવિલ એન્જિનિયરિંગમાં B.E./B.Tech અથવા તેનાથી ઊંચી લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર નથી.
ઉંમર મર્યાદા (Age Limit)
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 33 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation): સરકારી નિયમો અને ભરતીના નિયમો અનુસાર કેટેગરી પ્રમાણે પાત્ર ઉમેદવારોને ઉંમર મર્યાદામાં જરૂરી છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી (Application Fee)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| શ્રેણી | અરજી ફી (+ 18% GST) |
| General / OBC / EWS | ₹500/- |
| SC / ST / SEBC / દિવ્યાંગ | ₹400/- |
પરીક્ષામાં હાજરી આપનાર ઉમેદવારોને અગાઉ ભરવામાં આવેલી પરીક્ષા ફીની રકમ પરત કરવામાં આવશે.
સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
સિલેક્શન પ્રોસેસ (Selection Process)
GSSSB વર્ક આસિસ્ટન્ટ માટેની પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં વહેંચાયેલી હોઈ શકે છે:
1) સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam)
ઉમેદવારો MCQ પ્રકારની કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBRT) અથવા OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે.
- જેમાં જનરલ નોલેજ
- ગુજરાતી વ્યાકરણ
- અંગ્રેજી વ્યાકરણ
- સિવિલ એન્જિનિયરિંગને લગતા ટેકનિકલ પ્રશ્નો
2) ડોક્યુમેન્ટ વેરિફિકેશન (Document Verification)
- લેખિત પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારોના ડોક્યુમેન્ટ ની ચકાસણી કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌથી પહેલા OJAS ની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જાઓ.
Step 2: “Online Application” પર ક્લિક કરો અને “GSSSB” પસંદ કરો.
Step 3: “GSSSB Work Assistant Recruitment 2026” સિલેક્ટ કરો.
Step 4: ત્યાંથી ભરતી સંબંધિત સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો અને રજિસ્ટ્રેશન કરો.
Step 5: રજિસ્ટ્રેશન બાદ “Apply” પર ક્લિક કરો અને જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો.
Step 6: પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
Step 7: “Confirm Application” પર ક્લિક કરો અને તમામ વિગતો ચકાસો.
Step 8: કન્ફર્મેશન થયા પછી, કન્ફર્મેશન નંબર જનરેટ થશે. આ નંબર સાચવી રાખો.
Step 9: ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન અરજી ફી ભરો.
Step 10: તમામ વિગતો ચકાસી લીધા બાદ અરજી ફોર્મ “Submit કરો” અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી રાખો.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| વર્ક આસિસ્ટન્ટ સિલેબસ | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
FAQ – GSSSB Work Assistant Recruitment 2026
1) પસંદગી પ્રક્રિયા શું રહેશે?
જવાબ: ઉમેદવારોની પસંદગી લેખિત/ઓનલાઈન પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
2) નોકરીનું સ્થાન કયાં હશે?
જવાબ: રાજ્યભરના વિવિધ માર્ગ અને મકાન (R&B) વિભાગની કચેરીઓમાં.
3) GSSSB વર્ક આસિસ્ટન્ટ 2026 હેઠળ કેટલી ખાલી જગ્યાઓ ભરતી માટે છે?
જવાબ: કુલ 336 જગ્યાઓ.
4) ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે?
જવાબ: નહીં, B.E./B.Tech સિવિલ એન્જિનિયરિંગ અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પાત્ર નથી.
5) અરજી કેવી રીતે કરવી?
જવાબ: અરજી માત્ર ઓનલાઇન OJAS વેબસાઇટ ojas.gujarat.gov.in દ્વારા જ કરી શકાય છે.
