ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ 2026 માટે Dietician કુલ 16 પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત આરોગ્ય વિભાગની મેડિકલ એજ્યુકેશન શાખામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.
પાત્ર ઉમેદવારો OJAS પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની પ્રક્રિયા 13 જાન્યુઆરી 2026થી શરૂ થઈ છે અને 26 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે.
આ ભરતી સંબંધિત પગાર, ઉંમર મર્યાદા, લાયકાત અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
મુખ્ય હાઇલાઇટ્સ: GSSSB Dietician Recruitment 2026
| વિગત | માહિતી |
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
| પદનું નામ | ડાયેટિશિયન (Dietician) |
| જાહેરાત નંબર | 371/202526 |
| કુલ જગ્યાઓ | 16 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| પગાર | રૂ. 40,800/- પ્રતિ માસ (ફિક્સ) |
| ઉંમર મર્યાદા | 18 થી 37 વર્ષ |
| સત્તાવાર વેબસાઇટ | gsssb.gujarat.gov.in |
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| સૂચના જાહેર થવાની તારીખ | 12 જાન્યુઆરી 2026 |
| ઓનલાઈન અરજી શરૂ | 13 જાન્યુઆરી 2026 (17:00 કલાકે) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 26 જાન્યુઆરી 2026 (23:59 કલાકે) |
| ફી ચુકવણીની છેલ્લી તારીખ | 29 જાન્યુઆરી 2026 (23:59 કલાકે) |
પગાર (Salary)
- પ્રથમ 5 વર્ષ: ઉમેદવારને રૂ. 40,800/- પ્રતિ માસનો નિશ્ચિત પગાર ચૂકવવામાં આવશે.
- 5 વર્ષ પૂર્ણ થયા બાદ: ઉમેદવારને 7મા પગાર પંચ મુજબ રૂ. 35,400 થી રૂ. 1,12,400 નિયમિત પગાર આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી નીચે આપેલ પૈકી કોઈપણ વિષયમાં Master of Science (M.Sc.)ની ડિગ્રી હોવી જરૂરી છે.
- Home Science
- Food and Nutrition
- Nutrition and Dietetics
- Food Science & Nutrition
- Food Service Management and Dietetics
- Clinical Nutrition
વધારાની આવશ્યકતાઓ (Additional Requirements)
- ઉમેદવાર પાસે નિયમો અનુસાર કમ્પ્યુટર એપ્લિકેશનોનું મૂળભૂત જ્ઞાન હોવું આવશ્યક છે.
- તેમજ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું, અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા (Age Limit)
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 37 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
| શ્રેણી | ઉંમર છૂટછાટ |
| સામાન્ય મહિલા | 5 વર્ષ |
| અનામત પુરૂષ | 5 વર્ષ |
| અનામત મહિલા | 10 વર્ષ |
| દિવ્યાંગ (સામાન્ય પુરૂષ) | 10 વર્ષ |
| દિવ્યાંગ (સામાન્ય મહિલા / અનામત પુરૂષ) | 15 વર્ષ |
| દિવ્યાંગ (અનામત મહિલા) | 20 વર્ષ |
નોંધ: ઉંમર છૂટછાટ લાગુ કર્યા પછી પણ ઉમેદવારની મહત્તમ ઉંમર મર્યાદા 45 વર્ષથી વધુ નહીં ગણવામાં આવશે.
અરજી ફી (Application Fee)
- અરજી ફી: અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
- સૂચના: પરીક્ષામાં હાજરી આપનાર ઉમેદવારોને અગાઉ ભરવામાં આવેલી ફીની રકમ પરત કરવામાં આવશે.
| શ્રેણી | અરજી ફી |
| General / OBC | ₹500/- |
| SC / ST / SEBC / EWS / મહિલાઓ | ₹400/- |
ફી ચુકવણીની છેલ્લી તારીખ: 29 જાન્યુઆરી 2026 (23:59 કલાકે)
સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
અરજી કરવાની પ્રક્રિયા (How to Apply)
Step 1: સૌથી પહેલા OJAS ની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જાઓ.
Step 2: “Online Application” પર ક્લિક કરો અને “GSSSB” પસંદ કરો.
Step 3: જાહેરાત નં. 371/202526 પર “Dietician” સિલેક્ટ કરો.
Step 4: ત્યાંથી ભરતી સંબંધિત સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો અને OTR નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરો.
Step 5: રજિસ્ટ્રેશન બાદ “Apply” પર ક્લિક કરો અને જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો.
Step 6: પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
Step 7: “Confirm Application” પર ક્લિક કરો અને તમામ વિગતો ચકાસો.
Step 8: કન્ફર્મેશન થયા પછી, કન્ફર્મેશન નંબર જનરેટ થશે. આ નંબર સાચવી રાખો.
Step 9: ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન અરજી ફી ભરો.
Step 10: તમામ વિગતો ચકાસી લીધા બાદ અરજી ફોર્મ “Submit કરો” અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી રાખો.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ જાણકારી (Important Notes)
- અરજી માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા માન્ય રહેશે.
- ખોટી માહિતી આપવાથી ઉમેદવારની અરજી કોઈ પણ સમયે રદ થઈ શકે છે.
- ભરતી સંબંધિત વધુ માહિતી મેળવવા માટે ઓફિશ્યિલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું. (Official PDF View)
- પરીક્ષા તારીખ, કોલ લેટર અને પરિણામ સહિતના તમામ અપડેટ્સ માટે ઉમેદવારોને નિયમિત રીતે gsssb.gujarat.gov.in વેબસાઇટ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
GSSSB Dietician Recruitment 2026 – FAQs
1) ડાયેટિશિયન પદ માટે લાયકાત શું છે?
જવાબ: માન્ય યુનિવર્સિટીમાંથી M.Sc. ડિગ્રી હોવી જરૂરી છે.
2) ઓનલાઈન અરજીની અંતિમ તારીખ કઈ છે?
જવાબ: 26 જાન્યુઆરી 2026 (રાત્રે 23:59 કલાક).
3) પગાર કેટલો રહેશે?
જવાબ: પહેલા 5 વર્ષ માટે રૂ. 40,800/- નિશ્ચિત, ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ-6 (₹35,400–₹1,12,400).
4) ફી ભર્યા પછી રિફંડ મળશે?
જવાબ: હા, જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, તેમને ફી રિફંડ થશે.
