જો તમે ધોરણ 10 પાસ છો અને સારી સરકારી નોકરીની શોધમાં છો, તો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતભરમાં 28,740 ગ્રામિણ ડાક સેવક (GDS) પદોની ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી માટે ઉમ્મેદવારોની પસંદગી ધોરણ 10માં મેળવેલ માર્ક્સના આધારે કરવામાં આવશે અને કોઈ લેખિત પરીક્ષા લેવાશે નહીં. અરજી કરવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે.
આ ભરતી સંબંધિત પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
મુખ્ય હાઇલાઇટ્સ: India Post GDS Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| ભરતી સંસ્થા | ભારતીય પોસ્ટ વિભાગ |
| પદનું નામ | ગ્રામિણ ડાક સેવક (GDS) |
| કુલ ખાલી જગ્યાઓ | 28,740 |
| નોકરીનો પ્રકાર | સરકારી |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| શૈક્ષણિક લાયકાત | ધોરણ 10 પાસ |
| પસંદગી પ્રક્રિયા | કોઈ પરીક્ષા નથી (મેરિટ આધારીત) |
| સત્તાવાર વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ (સંભાવિત) |
| નોટિફિકેશન જાહેર થવાની તારીખ | 31 જાન્યુઆરી 2026 |
| GDS ઓનલાઈન અરજી શરૂ | 31 જાન્યુઆરી 2026 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2026 |
| મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ | 28 ફેબ્રુઆરી 2026 |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- ભારતીય પોસ્ટ GDS ભરતી 2026 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે ભારતની કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (મેટ્રિક) પાસ કરેલ હોવું જરૂરી છે.
- આ ભરતી પ્રક્રિયામાં કોઈ નિશ્ચિત ન્યૂનતમ કટ-ઓફ માર્ક્સ રાખવામાં આવ્યા નથી. એટલે કે ધોરણ 10 પાસ કરેલા તમામ પાત્ર ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
ઉંમર મર્યાદા (Age Limit)
ભારતીય પોસ્ટ GDS ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 40 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
ભારત સરકારના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:
- SC / ST ઉમેદવારો: 5 વર્ષ
- OBC ઉમેદવારો: 3 વર્ષ
- PwD ઉમેદવારો: 10 વર્ષ
અરજી ફી (Application Fee)
| કેટેગરી | અરજી ફી |
| જનરલ | ₹100/- |
| OBC / EWS | ₹100/- |
| SC / ST / PWD | મુક્ત (કોઈ ફી નથી) |
અરજી ફી: અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
- ગ્રામિણ ડાક સેવક (GDS) ભરતીમાં ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે ધોરણ 10 માં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે.
- ઉમેદવારોના માર્ક્સના આધારે રાજ્યવાર અથવા સર્કલવાર મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
- મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં કરવામાં આવશે.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.
- તમામ તબક્કાઓ પૂર્ણ કરનાર ઉમેદવારોને અંતિમ રીતે પસંદ કરવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents)
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
- ધોરણ 10નું માર્કશીટ
- જન્મ તારીખનો પુરાવો (Date of Birth Proof)
- જાતિ પ્રમાણપત્ર (Category Certificate)
- કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્ર (Computer Training Certificate)
- તાજેતરની પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
અરજી કેવી રીતે કરવી? (How to Apply Online)
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
Step 1: સૌપ્રથમ ઇન્ડિયા પોસ્ટની અધિકૃત વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
Step 2: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
Step 3: GDS ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરીને તમે અરજી પ્રક્રિયા શરૂ કરો.
Step 4: તમારી વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.
Step 5: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 6: અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો. (જો લાગુ પડતી હોય તો)
Step 7: બધી માહિતી ચકાસ્યા બાદ અંતમાં GDS અરજી ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | indiapostgdsonline.gov.in |
India Post GDS Recruitment 2026 – FAQs
1) ઇન્ડિયા પોસ્ટ GDS 2026 ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે જાહેર થશે?
જવાબ: નોટિફિકેશન અને ઓનલાઈન અરજી ફોર્મ 31 જાન્યુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવશે.
2) ઇન્ડિયા પોસ્ટ GDS 2026 માટે લાયકાત શું છે?
જવાબ: ઉમેદવારોને માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (મેટ્રિક) પાસ હોવું જરૂરી છે.
3) GDS ભરતી માટે કોઈ પરીક્ષા લેવાય કે નહિ?
જવાબ: નહીં, પસંદગી ધોરણ 10માં મેળવેલ માર્ક્સના આધારે તૈયાર મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે.
4) ઇન્ડિયા પોસ્ટ GDS 2026 માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ: જયારે અરજી ફોર્મ ખુલશે, ત્યારે ઉમેદવારો indiapostgdsonline.gov.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
