રાજકોટ જિલ્લામાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. PM પોષણ યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કચેરી, રાજકોટ દ્વારા કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાના MDM સુપરવાઇઝર પદો માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: MDM Rajkot Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| ભરતી સંસ્થા | જિલ્લા પ્રોજેક્ટ કચેરી, રાજકોટ |
| પદનું નામ | પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, MDM સુપરવાઇઝર |
| કુલ ખાલી જગ્યાઓ | 13 |
| નોકરીનું સ્થાન | રાજકોટ જિલ્લો |
| અરજી કરવાની રીત | ઑફલાઇન |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| પસંદગી પ્રક્રિયા | કોઈ પરીક્ષા નથી (મેરિટ આધારીત) |
| સત્તાવાર વેબસાઈટ | rajkot.gujarat.gov.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન જાહેર થવાની તારીખ | 22 જાન્યુઆરી 2026 |
| અરજી શરૂ | 22 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર |
3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
| પદનું નામ | જગ્યાઓની સંખ્યા |
| જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર | 02 |
| તાલુકા MDM સુપરવાઇઝર | 11 |
4) પગાર (Salary)
પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.
| પદનું નામ | પગાર |
| જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર | ₹18,000 પ્રતિ મહિનો |
| MDM સુપરવાઇઝર | ₹25,000 પ્રતિ મહિનો |
5) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
અરજી કરતા પહેલાં ઉમેદવારોએ નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.
1) પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (જિલ્લા કક્ષાએ)
- ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (Graduate) થયેલ હોવો જોઈએ.
- ગ્રેજ્યુએટમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ ફરજિયાત છે.
- ઉમ્મેદવાર પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
2) MDM સુપરવાઇઝર (તાલુકા કક્ષાએ)
- ઉમેદવાર હોમ સાયન્સ, ફૂડ સાયન્સ અથવા જનરલ સાયન્સ વિષયમાં ગ્રેજ્યુએટ (Graduate) હોવો જોઈએ.
- ઉમ્મેદવાર પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
અરજી કરતા પહેલા તમામ ઉમેદવારોને અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચવાની ખાસ સલાહ આપવામાં આવે છે.
(સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો)
6) ઉંમર મર્યાદા (Age Limit)
આ ભરતી અંતર્ગત ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 58 વર્ષ
7) અરજી પ્રક્રિયા (Application Process)
- ઉમેદવારોને નોટિફિકેશન જાહેર થયેલી તારીખથી 10 દિવસની અંદર અરજી જમા કરાવવી ફરજિયાત રહેશે.
- અરજીઓ ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જ સ્વીકારવામાં આવશે.
- મોડેથી મળેલી અથવા અધૂરી અરજીઓ રદ કરવામાં આવશે.
8) કાર્યાલયનું સરનામું અને સમય
આ ભરતી માટે અરજીઓ સબમિટ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન છે. તમામ ઉમેદવારો જરુરી ડોક્યુમેન્ટ સાથે નીચેના સ્થાને અરજી મોકલાની રહેશે.
1) અરજીઓ સબમિટ કરવા માટેનું સરનામું:
District Project Office,
PM Poshan Yojana,
Collector Office,
Rajkot District
2) કાર્યાલયનો કાર્ય સમય:
- સોમવારથી શુક્રવાર, સવારે 10:30 થી સાંજ 6:10 સુધી કાર્યાલય ખુલ્લું રહેશે.
- કૃપા કરીને નોંધો કે સરકારી રજાઓ અને છૂટ્ટી દિવસોમાં અરજી સ્વીકારવામાં નહીં આવે.
9) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| સત્તાવાર સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
10) MDM Rajkot Recruitment 2026 – FAQ
1) MDM રાજકોટ ભરતી 2026 માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ: અરજી ફક્ત ઓફલાઇન મોડમાં રજિસ્ટર્ડ પોસ્ટ / સ્પીડ પોસ્ટ દ્વારા કરવી.
2) અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર અરજી જમા કરાવવી જરૂરી છે.
3) MDM સુપરવાઇઝર પદ માટે લાયકાત શું છે?
જવાબ: હોમ સાયન્સ, ફૂડ સાયન્સ અથવા જનરલ સાયન્સમાં માન્ય સંસ્થાથી ગ્રેજ્યુએટ ડિગ્રી.
4) પગારની કેટલો આપવામાં આવશે?
જવાબ:
જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર: ₹18,000
MDM સુપરવાઇઝર: ₹25,000 પ્રતિ મહિનો
5) આ ભરતી કાયમી છે કે કરાર આધારિત?
જવાબ: આ ભરતી 11 મહિનાની કરાર આધારિત છે અને PM પોષણ યોજના અનુસાર હાથ ધરવામાં આવશે.
