જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે બેન્કમાં કરિયર બનાવવાની તક આવી ગઈ છે. ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) ની કુલ 2050 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ બેંકમાં તમને સારા પગારની સાથે કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ પણ મળી રહશે.
રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 18 ફેબ્રુઆરી 2026 સુધી SBI ની અધિકૃત વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: SBI Circle Based Officer Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| સંસ્થા | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
| પદનું નામ | સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) |
| જાહેરાત નંબર | CRPD/ CBO/2025-26/18 |
| કુલ ખાલી જગ્યાઓ | 2050 |
| અરજીનો માધ્યમ | ઓનલાઈન |
| પગાર | 48,480 થી 85,920 પ્રતિ મહિના |
| અધિકૃત વેબસાઇટ | sbi.co.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન PDF જાહેર | 28 જાન્યુઆરી 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 29 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 18 ફેબ્રુઆરી 2026 |
| ફી ચુકવણીની અંતિમ તારીખ | 18 ફેબ્રુઆરી 2026 |
| ઓનલાઇન પરીક્ષા (CBT) (અનુમાનિત) | માર્ચ 2026 |
3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
| રાજ્ય | ભાષા | કુલ ખાલી જગ્યાઓ |
| Maharashtra / Goa | Marathi / Konkani | 337 |
| Gujarat / DNH / DD | Gujarati | 194 |
| Uttar Pradesh / Rajasthan | Hindi | 303 |
| West Bengal / Sikkim / A&N Islands | Bengali / Nepali | 200 |
| Karnataka | Kannada | 200 |
| Tamil Nadu / Pondicherry | Tamil | 165 |
| J&K / Ladakh / HP / Haryana / Punjab | Hindi / Punjabi | 103 |
| Madhya Pradesh / Chhattisgarh | Hindi | 97 |
| Andhra Pradesh | Telugu | 97 |
| Odisha | Odia | 80 |
| Telangana | Telugu | 80 |
| Uttarakhand | Hindi | 76 |
| Assam, AP, Manipur | Assamese / Bengali / Bodo | 68 |
| Kerala / Lakshadweep | Malayalam | 50 |
| કુલ જગ્યાઓ | – | 2050 |
4) પગાર (Salary)
- ભારતીય સ્ટેટ બેંક (SBI)ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I (JMGS-I) મુજબ પગાર આપવામાં આવશે.
- આ પદ માટેનો શરૂઆતનો મૂળ પગાર રૂ. 48,480/- રહેશે અને કાર્ય અનુસાર રૂ. 85,920/- સુધીનો પગાર આપવામાં આવશે.
- તે ઉપરાંત, બેંકના નિયમો અનુસાર ઉમેદવારને મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડા ભથ્થું (HRA), મેડિકલ લાભ, લીઝ રેન્ટલ તેમજ અન્ય વિવિધ ભથ્થાં અને સુવિધાઓ પણ મળશે.
5) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) ડિગ્રી હોવી ફરજિયાત છે.
6) અનુભવ (Experience)
- ઉમેદવાર પાસે કોઈપણ વાણિજ્યિક બેંક અથવા પ્રાદેશિક ગ્રામિણ બેંક (RRB) માં અધિકારી તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
7) ઉંમર મર્યાદા (Age Limit)
SBI ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
- ઓછામાં ઓછી: 21 વર્ષ
- વધુમાં વધુ: 30 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
SBI બેંકના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:
- SC / ST ઉમેદવારો: 5 વર્ષ
- OBC ઉમેદવારો: 3 વર્ષ
- PwBD ઉમેદવારો: 15 વર્ષ
- Ex-Servicemen: 5 વર્ષ
8) અરજી ફી (Application Fees)
| કેટેગરી | ફી |
| General / OBC / EWS | ₹ 750/- |
| SC / ST | ₹ 0/- |
- એકવાર ચુકવેલ ફી / ચાર્જિસ પરત આપવામાં આવશે નહીં(NOT be Refunded).
- ફી ચુકવણી ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા કરી શકાય છે.
9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)
ઓનલાઇન પરીક્ષા (CBT) પેટર્ન:
- કુલ સમય: 2 કલાક 30 મિનિટ
- કુલ પ્રશ્નો: 120 (Objective) + 2 (Descriptive)
- કુલ માર્ક્સ: 120 + 50 = 170
- નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ માટે કોઈ માર્ક્સ કપાશે નહિ.
ટેસ્ટ A: Objective Test
| વિષય | પ્રશ્નો | માર્ક્સ |
| અંગ્રેજી ભાષા | 30 | 30 |
| બેંકિંગ જ્ઞાન | 40 | 40 |
| સામાન્ય જાગૃતિ / અર્થતંત્ર | 30 | 30 |
| કમ્પ્યુટર યોગ્યતા | 20 | 20 |
| કુલ | 120 | 120 |
ટેસ્ટ B: Descriptive Tests
| વિષય | પ્રશ્નો | માર્ક્સ |
| પત્ર લેખન (Letter Writing) | 1 | 25 |
| નિબંધ (Essay) | 1 | 25 |
| કુલ | 2 | 50 |
10) પસંદગી પ્રક્રિયા (Selection Process)
SBI CBO ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
1) ઓનલાઈન પરીક્ષા (Online Examination)
2) ડોક્યુમેન્ટ્સ સ્ક્રિનિંગ (Screening of Documents)
3) ઇન્ટરવ્યૂ (Interview)
4) સ્થાનિક ભાષા પ્રાવિણ્ય પરીક્ષણ (Local Language Proficiency Test)
5) અંતિમ પસંદગી (Final Selection)
11) અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌથી પહેલા SBI ની અધિકૃત વેબસાઇટ sbi.co.in/careers પર જાઓ.
Step 2: “Current Openings” માં “Recruitment of Circle Based Officers – 2026” શોધો.
Step 3: “Apply Online” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.
Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.
Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 7: જરૂરી અરજી ફી ઓનલાઈન ચુકવો.
Step 8: અરજી સબમિટ કર્યા પછી અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
12) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
13) SBI Circle Based Officer Recruitment 2026 – FAQ
1) SBI CBO Recruitment 2026 માટે કોણ અરજી કરી શકે?
જવાબ: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને બેંકમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અધિકારી તરીકેનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
2) આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા કેવી છે?
જવાબ: ઉમેદવારોએ SBI ની સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers પરથી સંપૂર્ણ ઓનલાઈન અરજી કરવી પડશે.
3) SBI CBO ની પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ: પસંદગી ઓનલાઇન પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને સ્થાનિક ભાષા કસોટી આધારે કરવામાં આવશે.
4) SBI CBO નો પ્રારંભિક પગાર કેટલો છે?
જવાબ: SBI CBO પદ માટે પ્રારંભિક મૂળભૂત પગાર આશરે રૂ. 48,480/- રહેશે, સાથે અન્ય ભથ્થાં મળશે.
5) SBI CBO પદ માટે વય મર્યાદા કેટલી છે?
જવાબ: ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જ્યારે રિઝર્વ કેટેગરીને નિયમ મુજબ છૂટ મળશે.
