BSNL ભરતીની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમ્મેદવારો માટે એક ખુશખબર આવી છે, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા વર્ષ 2026 માટે ટેલિકોમ અને ફાઇનાન્સ વિભાગમાં Senior Executive Trainee (SET) ની કુલ 120 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ઓનલાઇન અરજી પ્રક્રિયા 05 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ ગઈ છે અને 07 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે.
આ લેખમાં ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: BSNL SET Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| સંસ્થા | ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) |
| પદનું નામ | સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની (SET) |
| સ્ટ્રીમ | ટેલિકોમ અને ફાઇનાન્સ |
| કુલ ખાલી જગ્યાઓ | 120 |
| જાહેરાત નંબર | BSNLCO-11/12(11)/1/2025-RECTT-CO |
| અરજીનો માધ્યમ | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ | bsnl.co.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન PDF જાહેર | 29 જાન્યુઆરી 2026 |
| ઓનલાઈન અરજી શરૂ | 05 ફેબ્રુઆરી 2026 |
| અરજી અને ફી ભરવાની છેલ્લી તારીખ | 07 માર્ચ 2026 |
| પરીક્ષા તારીખ | 29 માર્ચ 2026 |
3) પોસ્ટનું નામ અને જગ્યાઓ (Post Name & Vacancies)
BSNL દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની (SET) પદ માટે બે સ્ટ્રીમમાં ભરતી કરવામાં આવી રહી છે:
1) ટેલિકોમ સ્ટ્રીમ
2) ફાઇનાન્સ સ્ટ્રીમ
કુલ મળીને 120 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
| શ્રેણી (Category) | ટેલિકોમ સ્ટ્રીમ | ફાઇનાન્સ સ્ટ્રીમ |
| જનરલ | 40 | 11 |
| SC | 14 | 04 |
| ST | 07 | 02 |
| OBC | 25 | 06 |
| EWS | 09 | 02 |
| કુલ | 95 | 25 |
4) પગાર માળખું (Salary Structure)
BSNL સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની (SET) તરીકે પસંદગી થયા બાદ, ઉમેદવારને IDA (Industrial Dearness Allowance) પે સ્કેલ E3 હેઠળ પગાર મળશે.
| સ્ટ્રીમ | વિગતો |
| પગાર ધોરણ (Pay Scale) | IDA પે સ્કેલ E3 |
| મૂળ પગાર (Basic Pay) | રૂ. 24,900 – રૂ. 50,500 |
| અન્ય લાભો | મકાન ભથ્થું (HRA), મોંઘવારી ભથ્થું (DA), પ્રવાસ ભથ્થું (TA) વગેરે. |
5) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
1) ટેલિકોમ સ્ટ્રીમ માટે (Telecom Stream)
- ઉમેદવાર પાસે B.E./B.Tech ડિગ્રી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 60% ગુણ હોવા જરૂરી છે.
- ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન
- ઇલેક્ટ્રોનિક્સ
- કમ્પ્યુટર સાયન્સ / IT
- ઇલેક્ટ્રિકલ
- ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા સંબંધિત શાખાઓ
2) ફાઇનાન્સ સ્ટ્રીમ માટે (Finance Stream)
- ઉમેદવાર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) પાસ થયેલા હોવા જોઈએ અથવા
- કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ (CMA) લાયકાત ધરાવતા હોવા જોઈએ.
6) વય મર્યાદા (Age Limit)
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 7 માર્ચ 2026 ના રોજ ગણવામાં આવશે.
| શ્રેણી | મહત્તમ ઉંમર |
| જનરલ / EWS / OBC-CL | 30 વર્ષ |
| OBC-NCL | 33 વર્ષ |
| SC / ST | 35 વર્ષ |
7) અરજી ફી (Application Fee)
BSNL ભરતી માટે ઓનલાઈન અરજી કરતી વખતે અરજી ફી ચૂકવવાની રહેશે.
| શ્રેણી | ફી |
| જનરલ / EWS / OBC | ₹ 2500/- |
| SC / ST / PwD | ₹ 1250/- |
Payment Mode: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા ઓનલાઈન ફી ચૂકવી શકાય છે.
8) પસંદગી પ્રક્રિયા (Selection Process)
ભરતી પ્રક્રિયામાં નીચે મુજબના તબક્કાઓ સામેલ રહેશે:
1) લેખિત પરીક્ષા (Objective Type)
2) દસ્તાવેજ ચકાસણી (Document Verification)
3) મેડિકલ પરીક્ષણ (Medical Examination)
અંતિમ પસંદગી ઉમેદવારના લેખિત પરીક્ષામાં મળેલ માર્ક્સ અને પાત્રતા શરતો પર આધારિત રહેશે.
9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)
| વિષય | પ્રશ્નોની સંખ્યા | માર્ક્સ |
| લેખિત યોગ્યતા (Aptitude) | 40 | 40 |
| મુખ્ય વિષયો (Core Subjects) | 160 | 160 |
| કુલ | 200 | 200 |
પરીક્ષા મોડ: ઓનલાઈન CBT (Computer Based Test)
સમયગાળો: 180 મિનિટ (3 કલાક)
સાચો જવાબ: +1 માર્ક
ખોટો જવાબ: -0.25 માર્ક (નેગેટિવ માર્કિંગ)
10) જરૂરી દસ્તાવેજો (Required Documents)
ઉમેદવારોએ નીચે દર્શાવેલા દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે:
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- ઉંમરનો પુરાવો
- સરનામાનો પુરાવો (આધાર કાર્ડ / મતદાર કાર્ડ)
- PwBD / OBC-NCL પ્રમાણપત્ર (લાગુ પડે તો)
11) અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌથી પહેલા BSNL ની અધિકૃત વેબસાઇટ bsnl.co.in પર જાઓ.
Step 2: “Home Page” પર આપેલ “About us -> Careers” સેકશનમાં જાઓ.
Step 3: “Direct Recruitment of Senior Executive Trainee” ઓપ્શન પર ક્લિક કરી ઓફિશ્યિલ નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચો.
Step 4: “Apply Online” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.
Step 5: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
Step 6: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.
Step 7: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 8: જરૂરી અરજી ફી ઓનલાઈન ચુકવો.
Step 9: અરજી સબમિટ કર્યા પછી અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
12) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | bankofbaroda.bank.in |
13) FAQs – BSNL SET Recruitment 2026
1) BSNL SET ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: BSNL સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની ભરતીમાં કુલ 120 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
2) BSNL ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: ટેલિકોમ સ્ટ્રીમ માટે B.E./B.Tech અને ફાઇનાન્સ સ્ટ્રીમ માટે CA અથવા CMA ડિગ્રી જરૂરી છે.
3) BSNL SET ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?
જવાબ: પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા (CBT) અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
4) BSNL SET ભરતીમાં પગાર કેટલો મળશે?
જવાબ: પસંદ થયેલા ઉમેદવારોને IDA પે સ્કેલ E3 હેઠળ રૂ. 24,900 થી રૂ. 50,500 સુધીનો પગાર મળશે.
5) BSNL ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: BSNL Recruitment 2026 માટે અરજી કરવાની અંતિમ તારીખ 7 માર્ચ 2026 છે.
