જો તમે જો તમે ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર આવી ગયા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્રારા CCE ગ્રુપ-A અને ગ્રુપ-B ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કુલ 5370 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે.
આ લેખમાં ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પેટર્ન, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: GSSSB CCE Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| ભરતી સંસ્થા | સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પદનું નામ | CCE (Group A & B) |
| કુલ ખાલી જગ્યાઓ | 5370 |
| જાહેરાત નંબર | 378/202526 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન (OJAS Portal) |
| નોકરીનું સ્થાન | ગુજરાત |
| સત્તાવાર વેબસાઈટ | gsssb.gujarat.gov.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન PDF જાહેર | 3 ફેબ્રુઆરી 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 5 ફેબ્રુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ફેબ્રુઆરી 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 23 ફેબ્રુઆરી 2026 |
| પરીક્ષા તારીખ | પછીથી જાહેર થશે |
3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીને બે મુખ્ય ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં ગ્રુપ-A અને ગ્રુપ-B નો સમાવેશ થાય છે.
1) ગ્રુપ-A (Group-A) જગ્યાઓ
| પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
| કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક) | 1600 |
| સિનિયર ક્લાર્ક | 503 |
| હેડ ક્લાર્ક | 134 |
| સમાજ કલ્યાણ નિરીક્ષક | 125 |
| કાર્યાલય અધિક્ષક | 03 |
| કુલ ગ્રુપ-A | 2365 |
2) ગ્રુપ-B (Group-B) જગ્યાઓ
| પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
| જુનિયર ક્લાર્ક | 3005 |
| કુલ ગ્રુપ-B | 3005 |
4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (Graduate) થયેલ હોવો જોઈએ.
- કમ્પ્યુટર જ્ઞાન: તેની સાથે ઉમ્મેદવાર પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાનનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે.
- ભાષા કૌશલ્ય: ગુજરાતી અને/અથવા હિન્દી ભાષાનું સારું જ્ઞાન અને લેખન ક્ષમતા.
5) પગાર (Salary)
પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ પ્રથમ ૫ વર્ષ માટે ફિક્સ માસિક પગાર આપવામાં આવશે.
| પદનું નામ | ફિક્સ પગાર (માસિક) |
| કાર્યાલય અધિક્ષક | ₹49,600 પ્રતિ મહિનો |
| હેડ ક્લાર્ક / સમાજ કલ્યાણ નિરીક્ષક | ₹40,800 પ્રતિ મહિનો |
| સિનિયર ક્લાર્ક / કલેક્ટર કચેરીના ક્લાર્ક / જુનિયર ક્લાર્ક | ₹26,000 પ્રતિ મહિનો |
6) ઉંમર મર્યાદા (Age Limit)
ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 35 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
ગુજરાત સરકારના નિયમો અનુસાર મહિલાઓ, અનામત શ્રેણીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
7) અરજી ફી (Application Fees)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| કેટેગરી | અરજી ફી |
| જનરલ (Gen) | ₹500/- |
| SC / ST / OBC / PWD | ₹400/- |
| બધી મહિલા ઉમેદવારો માટે | ₹400/- |
ફી ચુકવવા માટે: તમે ઓનલાઈન રીતે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI અથવા ડિજિટલ વોલેટનો ઉપયોગ કરી શકો છો.
8) પરીક્ષા પેટર્ન (Exam Pattern)
Stage 1: Preliminary Examination (CBRT)
આ એક ક્વોલિફાયિંગ પરીક્ષા છે, જે કોમ્પ્યુટર આધારિત (MCQ પ્રકારની) હશે. ગ્રુપ A અને ગ્રુપ B બંને માટે છે.
| વિષય | પ્રશ્નોની સંખ્યા | ગુણ |
| રિઝનિંગ (Reasoning) | 60 | 60 |
| ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (Maths) | 30 | 30 |
| જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ | 30 | 30 |
| અંગ્રેજી ભાષા (English) | 15 | 15 |
| ગુજરાતી ભાષા (Gujarati) | 15 | 15 |
| કુલ | 150 | 150 |
- સમય: 120 મિનિટ (૨ કલાક)
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/3 માર્ક કપાશે.
Stage 2: Main Examination
પ્રારંભિક પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ગ્રુપ A અને ગ્રુપ B માટેની મુખ્ય પરીક્ષા જુદી જુદી હશે.
1) ગ્રુપ-A માટે (વર્ણનાત્મક – Descriptive)
| વિષય | ગુણ | સમય |
| ગુજરાતી ભાષા | 100 | 3 કલાક |
| અંગ્રેજી ભાષા | 100 | 3 કલાક |
| સામાન્ય અભ્યાસ | 100 | 3 કલાક |
| ગ્રુપ A કુલ | 300 |
2) ગ્રુપ-B માટે (હેતુલક્ષી – Objective/MCQ)
આ પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે અને તેમાં કુલ 200 ગુણનું એક પેપર રહેશે.
વિષય: ઇતિહાસ, ભૂગોળ, રાજવ્યવસ્થા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, વર્તમાન બાબતો, તર્ક, અંગ્રેજી, ગુજરાતી.
9) પસંદગી પ્રક્રિયા (Selection Process)
GSSSB CCE ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
1) પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam)
2) મુખ્ય પરીક્ષા (Main Exam)
3) ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Verification)
4) અંતિમ પસંદગી (Final Selection)
10) અરજી કેવી રીતે કરવી? (How to Apply)
GSSSB CCE ભરતી માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
Step 1: સૌથી પહેલા OJAS ની અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
Step 2: “Online Application” માં “Apply” પર ક્લિક કરી GSSSB સિલેક્ટ કરો.
Step 3: જાહેરાત ક્રમાંક “GSSSB/202526/378” શોધો અને “Apply Now” પર ક્લિક કરો.
Step 4: રજિસ્ટ્રેશન કરો ત્યાર પછી મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
Step 5: ફોર્મમાં માગવામાં આવેલ જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો.
Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 7: જરૂરી અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો. (જો લાગુ પડતી હોય તો)
Step 8: અંતમાં અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
11) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | gsssb.gujarat.gov.in |
12) GSSSB CCE Recruitment 2026 – FAQ
1) આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે?
જવાબ: GSSSB દ્વારા કુલ 5,370 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
2) GSSSB CCE 2026 માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે.
3) GSSSB ભરતી 2026 ની પસંદગી પ્રક્રિયા કેવી છે?
જવાબ: પસંદગી પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં કરવામાં આવશે.
4) GSSSB ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઉમેદવારો 20 ફેબ્રુઆરી 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકે છે.
5) GSSSB ભરતી માટે અરજી ક્યાં કરવી?
જવાબ: ઉમેદવારો OJAS ની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.
