RBI Assistant Recruitment 2026: જો તમે ગ્રેજ્યુએટ છો અને બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા બેંક Assistant ની કુલ 650 જેટલી ખાલી જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.

આ પોસ્ટમાં ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: RBI Assistant Recruitment 2026

વિશેષતામાહિતી
ભરતી સંસ્થારિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)
પોસ્ટનું નામAssistant
કુલ ખાલી જગ્યાઓ650
અરજી કરવાની રીતઓનલાઇન
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએશન
શરૂઆતનો મૂળભૂત પગાર₹29,000/-
સત્તાવાર વેબસાઇટrbi.org.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
નોટિફિકેશન PDF જાહેરફેબ્રુઆરી 2026
ઓનલાઇન અરજી શરૂ16 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 08 માર્ચ 2026
પ્રારંભિક પરીક્ષા11 એપ્રિલ 2026
મુખ્ય પરીક્ષા7 જૂન 2026

3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

કુલ જગ્યાઓ: 650

ઓફિસકુલ પોસ્ટ્સઓફિસકુલ પોસ્ટ્સ
અમદાવાદ20કાનપુર અને લખનૌ50
બેંગલુરુ24કોલકાતા29
ભોપાલ30મુંબઈ249
ભુવનેશ્વર18નાગપુર17
ચંદીગઢ20નવી દિલ્હી49
ચેન્નાઈ53પટના17
ગુવાહાટી36તિરુવનંતપુરમ06
હૈદરાબાદ11જયપુર11
જમ્મુ10

4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ (Graduation) ડિગ્રી હોવી જરૂરી છે.
  • ગ્રેજ્યુએટમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ ફરજિયાત છે.
  • ઉમ્મેદવાર પાસે કમ્પ્યુટર પર વર્ડ પ્રોસેસિંગનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
  • ઉમેદવારો જે રાજ્ય કાર્યાલયમાં અરજી કરી રહ્યા છે ત્યાંની ભાષા વાંચતા, લખતા, બોલતા અને સમજતા હોવા જોઈએ.

5) પગાર (Salary)

પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સ્કેલ મુજબ પગાર આપવામાં આવશે.
  • આ પદ માટેનો શરૂઆતનો મૂળ પગાર ₹29,000/- રહેશે અને કાર્ય અનુસાર ₹78,640/- સુધીનો પગાર આપવામાં આવશે.
  • તે ઉપરાંત, બેંકના નિયમો અનુસાર ઉમેદવારને મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડા ભથ્થું (HRA), મેડિકલ લાભ, લીઝ રેન્ટલ તેમજ અન્ય વિવિધ ભથ્થાં અને સુવિધાઓ પણ મળશે.

6) ઉંમર મર્યાદા (Age Limit)

RBI ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

  • ઓછામાં ઓછી: 20 વર્ષ
  • વધુમાં વધુ: 28 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

RBI બેંકના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:

  • SC / ST ઉમેદવારો: 5 વર્ષ
  • OBC ઉમેદવારો: 3 વર્ષ
  • PwBD ઉમેદવારો: 10 વર્ષ

7) અરજી ફી (Application Fees)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

કેટેગરીઅરજી ફી
GEN/OBC/EWS₹450/-
SC/ST/PwBD₹50/-
સ્ટાફ ઉમેદવારોમુક્ત (કોઈ ફી નથી)

સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

8) પસંદગી પ્રક્રિયા (Selection Process)

RBI ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

1) પ્રારંભિક પરીક્ષા (Preliminary Exam)
2) મુખ્ય પરીક્ષા (Main Exam)
3) સ્થાનિક ભાષા પરીક્ષણ (Language Proficiency Test)
4) ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Verification)
5) મેડિકલ ટેસ્ટ (Medical Test)

9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)

ટેસ્ટ 1: પ્રારંભિક પરીક્ષા (Preliminary Exam)
વિષયપ્રશ્નોની સંખ્યાગુણ
English Language3030
Numerical Ability3535
Reasoning Ability3535
કુલ100100
  • સમય: 60 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/3 માર્ક કપાશે.
ટેસ્ટ 2: મુખ્ય પરીક્ષા (Main Exam)
વિષયપ્રશ્નોની સંખ્યા
Reasoning40
English Language40
Numerical Ability40
General Awareness40
Computer Knowledge40
કુલ200
  • સમય: 135 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/3 માર્ક કપાશે.

10) અરજી કેવી રીતે કરવી? (How to Apply)

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભરતી માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Step 1: સૌથી પહેલા SBI ની અધિકૃત વેબસાઇટ opportunities.rbi.org.in પર જાઓ.

Step 2: “Current Vacancies” > “Vacancies” પર ક્લિક કરો અને “Recruitment for the post of Assistant” માટેની જાહેરાત શોધો.

Step 3: “Online Application Form” લિંક પર ક્લિક કરો.

Step 4: તમારી નોંધણી (Registration) કરાવો અને અરજી ફોર્મ ભરો.

Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.

Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 7: અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો. (જો લાગુ પડતી હોય તો)

Step 8: બધી માહિતી ચકાસ્યા બાદ અંતમાં અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

11) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટrbi.org.in

12) RBI Assistant Recruitment 2026 – FAQ

1) RBI Assistant Recruitment 2026 માટે કોણ અરજી કરી શકે?
જવાબ
: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

2) આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા કેવી છે?
જવાબ
: ઉમેદવારોએ RBI ની સત્તાવાર વેબસાઈટ opportunities.rbi.org.in પરથી સંપૂર્ણ ઓનલાઈન અરજી કરવી પડશે.

3) RBI Assistant ની પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ
: પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને સ્થાનિક ભાષા કસોટી આધારે કરવામાં આવશે.

4) RBI Assistant નો પ્રારંભિક પગાર કેટલો છે?
જવાબ
: RBI Assistant પદ માટે પ્રારંભિક મૂળભૂત પગાર આશરે ₹29,000/- રહેશે, સાથે અન્ય ભથ્થાં મળશે.

5) RBI Assistant પદ માટે વય મર્યાદા કેટલી છે?
જવાબ
: ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જ્યારે રિઝર્વ કેટેગરીને નિયમ મુજબ છૂટ મળશે.