શુ તમે ગ્રેજ્યુએટ છો અને બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (IDBI) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ A) અને જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ O) ની કુલ 1300 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 19 માર્ચ 2026 સુધી IDBI ની અધિકૃત વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: IDBI Bank Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| સંસ્થાનું નામ | IDBI Bank Ltd. |
| પદનું નામ | આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ A) અને જુનિયર આસિસ્ટન્ટ મેનેજર |
| કુલ ખાલી જગ્યાઓ | 1300 |
| જાહેરાત નં. | 6 & 7/2025-26 |
| શૈક્ષણિક લાયકાત | ગ્રેજ્યુએટ |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| સત્તાવાર વેબસાઈટ | idbi.bank.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન PDF જાહેર | 8 માર્ચ 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 8 માર્ચ 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19 માર્ચ 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 19 માર્ચ 2026 |
3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
| પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
| આસિસ્ટન્ટ મેનેજર – ગ્રેડ ‘A’ | 200 |
| જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) – ગ્રેડ ‘O’ | 1100 |
| કુલ | 1300 |
4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ (Graduation) ડિગ્રી હોવી જરૂરી છે.
5) ઉંમર મર્યાદા (Age Limit)
IDBI બેંક ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
- ઓછામાં ઓછી: 21 વર્ષ
- વધુમાં વધુ: 30 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
- SC, ST, OBC અને PwD શ્રેણીના ઉમેદવારોને ભારત સરકારના નિયમો અનુસાર ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
6) અરજી ફી (Application Fees)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| કેટેગરી | અરજી ફી |
| જનરલ (Gen) | ₹1050/- |
| OBC / EWS | ₹1050/- |
| SC / ST / PWD | ₹250 |
- ફી ભરવા માટે: નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
- સૂચના: એકવાર ચુકવેલ ફી પરત આપવામાં આવશે નહીં. (NOT be Refunded)
7) પસંદગી પ્રક્રિયા (Selection Process)
IDBI બેંક ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
1) ઓનલાઈન પરીક્ષા (Online Examination)
2) વ્યક્તિગત ઇન્ટરવ્યુ (Interview)
3) ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Verification)
4) મેડિકલ ટેસ્ટ (Medical Test)
8) અરજી કેવી રીતે કરવી? (How to Apply)
IDBI બેંક ભરતી 2026 માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
Step 1: સૌથી પહેલા IDBI ની અધિકૃત વેબસાઇટ idbibank.in/careers પર જાઓ.
Step 2: “Current Openings” માં “Assistant Manager Grade ‘A’ અને JAM – Grade ‘O’” શોધો.
Step 3: “Apply Online” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.
Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.
Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 7: જરૂરી અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો. (જો લાગુ પડતી હોય તો)
Step 8: અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
9) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | idbi.bank.in |
10) IDBI Bank Recruitment 2026 – FAQ
1) IDBI બેંક ભરતી 2026 માં કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે?
જવાબ: IDBI બેંકે આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ A) અને જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM) ની કુલ 1,300 જગ્યાઓ માટે જાહેરાત કરી છે.
2) અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ: ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ 2026 છે.
3) કઈ લાયકાત જરૂરી છે?
જવાબ: ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
4) આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા કેવી છે?
જવાબ: ઉમેદવારોએ IDBI ની સત્તાવાર વેબસાઈટ idbi.bank.in પરથી સંપૂર્ણ ઓનલાઈન અરજી કરવી પડશે.
