RRB ALP Recruitment 2026: શુ તમે ભારતીય રેલ્વેમાં સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતીય રેલ્વે હેઠળ કાર્યરત રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત ભારતના વિવિધ રેલ્વે ઝોનમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ(ALP) ની કુલ 11,127 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
જે ઉમ્મેદવારોએ 10મું ધોરણ અને ITI અથવા એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું છે તેઓ આ પદ માટે અરજી કરી શકે છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: RRB ALP Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| ભરતી સંસ્થા | રેલ્વે ભરતી બોર્ડ (RRB) |
| પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) |
| કુલ ખાલી જગ્યાઓ | 11,127 |
| જાહેરાત નંબર | CEN 01/2026 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| શૈક્ષણિક લાયકાત | ધોરણ 10 પાસ + ITI |
| સત્તાવાર વેબસાઈટ | rrbapply.gov.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન PDF જાહેર | 16 માર્ચ 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 15 મે 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 14 જૂન 2026 |
| પરીક્ષા તારીખ | પછીથી જાહેર થશે |
3) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.
- 10મું પાસ કરેલું હોવું જોઈએ.
- ITI પ્રમાણપત્ર અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ.
- લાયકાત માન્ય સંસ્થામાંથી હોવી જોઈએ.
4) પગાર (Salary)
પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.
| સ્ટ્રીમ | વિગતો |
| પગાર સ્તર | 7મા પગાર પંચ (લેવલ-2 હેઠળ) |
| શરૂઆતનો મૂળ પગાર | ₹19,900 પ્રતિ માસ |
| અન્ય લાભો | મકાન ભથ્થું (HRA), મોંઘવારી ભથ્થું (DA), પ્રવાસ ભથ્થું (TA) વગેરે ભથ્થાં અને સુવિધાઓ |
5) ઉંમર મર્યાદા (Age Limit)
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 30 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
સરકારી નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:
| કેટેગરી | ઉંમરમાં છૂટછાટ |
| OBC | 3 વર્ષ |
| SC/ST | 5 વર્ષ |
| દિવ્યાંગ (PwD) | 10 વર્ષ |
6) અરજી ફી (Application Fees)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| કેટેગરી | અરજી ફી |
| જનરલ / OBC / EWS | ₹500 |
| SC / ST / PwBD | ₹250 |
| તમામ મહિલા ઉમેદવારો | ₹250 |
- સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
7) પસંદગી પ્રક્રિયા (Selection Process)
RRB ALP ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
1) કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
2) ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Verification)
3) મેડિકલ ટેસ્ટ (Medical Test)
4) અંતિમ પસંદગી (Final Selection)
8)જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents)
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
- મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ / મતદાર કાર્ડ)
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- PwBD પ્રમાણપત્ર (લાગુ પડે તો)
9) અરજી કેવી રીતે કરવી? (How to Apply)
RRB ALP ભરતી 2026 માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
Step 1: સૌથી પહેલા RRB ની અધિકૃત વેબસાઇટ rrbapply.gov.in પર જાઓ.
Step 2: “Latest Updates” માં “rrb alp recruitment 2026” શોધો.
Step 3: “Apply” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો.
Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
Step 5: ફોર્મમાં માગવામાં આવેલ જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો.
Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 7: અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો.
Step 8: અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
10) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | 15/05/2026 ના રોજ લિંક ચાલુ થશે |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | www.rrbapply.gov.in |
11) RRB Assistant Loco Pilot Recruitment 2026 – FAQ
1) RRB ALP ભરતી 2026માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: આ ભરતીમાં કુલ 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
2) RRB ALP માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: ઉમેદવાર ધોરણ 10 પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI અથવા ડિપ્લોમા હોવો જરૂરી છે.
3) શું એક ઉમેદવાર એક કરતા વધુ RRB ઝોનમાં અરજી કરી શકે?
જવાબ: ના, ઉમેદવાર માત્ર એક જ RRB ઝોન માટે અરજી કરી શકે છે. એકથી વધુ અરજી કરવા પર ફોર્મ રદ થશે.
4) RRB ALPનો પ્રારંભિક પગાર કેટલો હોય છે?
જવાબ: પ્રારંભિક મૂળ પગાર આશરે ₹19,900 પ્રતિ માસ છે, સાથે ભથ્થાં મળે છે.
5) RRB ALP ભરતી 2026 માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
જવાબ: ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 મે 2026 ના રોજ શરૂ થશે.
