શું તમે ભારતીય રેલ્વેમાં સરકારી નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતીય રેલ્વે હેઠળ કાર્યરત રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત ભારતના વિવિધ રેલ્વે ઝોનમાં ટેકનિશિયન ગ્રેડ-1 અને ટેકનિશિયન ગ્રેડ-3 ની કુલ 6,565 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
જે ઉમ્મેદવારોએ 10મું ધોરણ અને ITI અથવા એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું છે તેઓ આ પદ માટે અરજી કરી શકે છે.
આ ભરતી સંબંધિત પગાર, પસંદગી પ્રક્રિયા, લાયકાત અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: RRB Technician Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| ભરતી સંસ્થા | રેલ્વે ભરતી બોર્ડ (RRB) |
| પોસ્ટનું નામ | ટેકનિશિયન ગ્રેડ-1 અને ટેકનિશિયન ગ્રેડ-3 |
| કુલ ખાલી જગ્યાઓ | 6,565 |
| જાહેરાત નંબર | CEN No. 02/2026 |
| નોકરીનો પ્રકાર | કેન્દ્ર સરકારની નોકરી |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| શૈક્ષણિક લાયકાત | ડિપ્લોમા/10 પાસ+ITI |
| સત્તાવાર વેબસાઈટ | www.rrbcdg.gov.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન PDF જાહેર | 23 મે 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 30 જૂન 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 29 જુલાઈ 2026 |
3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
| પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
| ટેકનિશિયન ગ્રેડ-I | 323 |
| ટેકનિશિયન ગ્રેડ-III | 6242 |
| કુલ | 6565 |
4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
આ પદ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.
A) ટેકનિશિયન ગ્રેડ-I માટે
- ભૌતિકશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, આઇટી, ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા સંબંધિત એન્જિનિયરિંગ વિષયોમાં ગ્રેજ્યુએટ (Graduation) ડિગ્રી
- અથવા
- માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ડિપ્લોમા/ડિગ્રી.
B) ટેકનિશિયન ગ્રેડ-III માટે
- માન્ય બોર્ડમાંથી 10મું પાસ
- NCVT/SCVT માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર
5) પગાર (Salary)
પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.
| પોસ્ટનું નામ | પગાર 7મા પગાર પંચ મુજબ | શરૂઆતનો પગાર (₹) |
| ટેકનિશિયન ગ્રેડ-I | લેવલ 5 | 29,200/- |
| ટેકનિશિયન ગ્રેડ-III | લેવલ 2 | 19,900/- |
તે ઉપરાંત, ઉમેદવારોને રેલવેના નિયમો અનુસાર DA, HRA, TA અને અન્ય સરકારી ભથ્થાં પણ નિયમો મુજબ મળશે.
6) ઉંમર મર્યાદા (Age Limit)
SBI ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
| પોસ્ટનું નામ | લઘુત્તમ ઉંમર | મહત્તમ ઉંમર |
| ટેકનિશિયન ગ્રેડ-I | 18 વર્ષ | 36 વર્ષ |
| ટેકનિશિયન ગ્રેડ-III | 18 વર્ષ | 33 વર્ષ |
7) ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
| કેટેગરી | છૂટછાટ |
| SC / ST ઉમેદવારો | 5 વર્ષ |
| OBC ઉમેદવારો | 3 વર્ષ |
| PwBD ઉમેદવારો | નિયમો મુજબ |
| Ex-Servicemen | નિયમો મુજબ |
8) અરજી ફી (Application Fees)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| કેટેગરી | અરજી ફી |
| જનરલ (Gen)/OBC | ₹500/- |
| SC / ST / PWD | ₹250/- |
| તમામ મહિલા ઉમેદવારો માટે | ₹250/- |
સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)
પરીક્ષાની રીત: કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)+ MCQ
પરીક્ષામાં સામાન્ય રીતે નીચેના પ્રશ્નોનો સમાવેશ થાય છે:
- ગણિત
- રીઝનીંગ
- જનરલ અવેરનેસ
- કરંટ અફેર્સ
- ટેકનિકલ વિષયના પ્રશ્નો
કુલ સમય: 1 કલાક 30 મિનિટ
કુલ પ્રશ્નો: 100
કુલ માર્ક્સ: 100
નેગેટિવ માર્કિંગ: RRB નિયમો અનુસાર નેગેટિવ માર્કિંગ લાગુ થઈ શકે છે.
10) પસંદગી પ્રક્રિયા (Selection Process)
1) કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
2) ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Verification)
3) મેડિકલ ટેસ્ટ (Medical Test)
11) અરજી કેવી રીતે કરવી? (How to Apply)
RRB ભરતી માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
Step 1: સૌથી પહેલા RRB ની અધિકૃત વેબસાઇટ www.rrbapply.gov.in પર જાઓ.
Step 2: સંબંધિત રેલ્વે ઝોન પસંદ કરો.
Step 3: CEN નંબર 02/2026 પોસ્ટ મુજબની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
Step 4: મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરીને નોંધણી (Registration) કરો.
Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.
Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 7: જરૂરી અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો.
Step 8: અંતમાં અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
12) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | 30 જૂન 2026 ના રોજ ચાલુ થશે |
| સૂચના PDF | indianrailways.gov.in |
| સત્તાવાર વેબસાઇટ | indianrailways.gov.in |
13) RRB Technician Recruitment 2026 – FAQ
1) RRB ભરતી 2026માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: આ ભરતી દ્વારા કુલ 6565 જેટલી ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
2) RRB ભરતી 2026 માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
જવાબ: ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 જૂન 2026 ના રોજ શરૂ થશે.
3) આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: 10મું ધોરણ અને ITI અથવા એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ઉમેદવારો અરજી કરી શકે છે.
4) RRB ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ: ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT), ડોક્યુમેન્ટ ચકાસણી અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
5) શું એક ઉમેદવાર એક કરતા વધુ RRB ઝોનમાં અરજી કરી શકે?
જવાબ: ના, ઉમેદવાર માત્ર એક જ RRB ઝોન માટે અરજી કરી શકે છે. એકથી વધુ અરજી કરવા પર ફોર્મ રદ થશે.
6) RRB ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ: ઉમેદવારો RRBની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.
