જો તમે ટેલિકોમ સેક્ટરમાં સ્થિર સરકારી નોકરી શોધી રહ્યા છો, તો BSNL JTO ભરતી 2026 તમારા માટે એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત BSNL દ્વારા કુલ 100 જુનિયર ટેલિકોમ ઓફિસર (JTO) ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 4 જૂન 2026 થી 3 જુલાઈ 2026 સુધી BSNL પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભરતી સંબંધિત પગાર, પરીક્ષા પેટર્ન, પસંદગી પ્રક્રિયા, લાયકાત અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
1) મુખ્ય હાઇલાઇટ્સ: BSNL JTO Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| ભરતી સંસ્થા | ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) |
| પોસ્ટનું નામ | જુનિયર ટેલિકોમ ઓફિસર (JTO) |
| કુલ ખાલી જગ્યાઓ | 100 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| પગાર | 16,400/- થી 40,500/- પ્રતિ મહિના |
| નોકરીનો પ્રકાર | સરકારી |
| સત્તાવાર વેબસાઈટ | www.bsnl.co.in |
2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| નોટિફિકેશન PDF જાહેર | 26 મે 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 4 જૂન 2026 (સવારે 10 વાગ્યાથી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 3 જુલાઈ 2026 (સવારે 10 વાગ્યા સુધી) |
| એપ્લિકેશન સુધારણા | 4 જુલાઈ થી 11 જુલાઈ 2026 |
| પરીક્ષા તારીખ | ઓગસ્ટ 2026 |
3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
ખાલી જગ્યાઓની શ્રેણીવાર માહિતી નીચે મુજબ છે:
| શ્રેણી | ખાલી જગ્યાઓ |
| General | 61 |
| EWS | 11 |
| OBC | 10 |
| SC | 12 |
| ST | 6 |
| કુલ જગ્યાઓ | 100 |
4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
અરજદારો પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી નીચેની લાયકાતમાંથી કોઈ એક હોવી આવશ્યક છે
નીચેના કોઈપણ વિષયમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ (B.E. / B.Tech) અથવા તેની સમકક્ષ ડિગ્રી:
1) Telecommunications
2) Electronics
3) Electrical
4) Computer Science
5) Information Technology
6) Instrumentation
7) Radio Engineering
અથવા
1) M.Sc. in Electronics
2) M.Sc. in Computer Science
- M.Tech જેવી ઉચ્ચ ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે.
5) પગાર (Salary)
પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ પગાર આપવામાં આવશે.
| સ્ટ્રીમ | વિગતો |
| પગાર ધોરણ (Pay Scale) | IDA પે સ્કેલ E1 |
| મૂળ પગાર (Basic Pay) | રૂ. 16,400/- થી રૂ. 40,500/- |
- મૂળ પગાર ઉપરાંત, નિયમો અનુસાર ઉમેદવારને DA, HRA, TA અને અન્ય સરકારી ભથ્થાં અને સુવિધાઓ પણ મળશે.
6) ઉંમર મર્યાદા (Age Limit)
BSNL JTO ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:
- ઓછામાં ઓછી: 20 વર્ષ
- વધુમાં વધુ: 30 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
| કેટેગરી | ઉંમરમાં છૂટછાટ |
| SC / ST ઉમેદવારો | 5 વર્ષ |
| OBC ઉમેદવારો | 3 વર્ષ |
| PwBD ઉમેદવારો | 10 – 15 વર્ષ |
| BSNL કર્મચારીઓ | 5 વર્ષ |
7) અરજી ફી (Application Fees)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| કેટેગરી | અરજી ફી |
| જનરલ / OBC | ₹2000/- |
| SC / ST / PWD | ₹1000/- |
સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
8) પરીક્ષા પેટર્ન (Exam Pattern)
| વિભાગ | પ્રશ્નો | માર્ક્સ |
| એન્જિનિયરિંગ પ્રવાહ – ભાગ 1 | 50 | 200 |
| એન્જિનિયરિંગ પ્રવાહ – ભાગ 2 | 50 | 200 |
| સામાન્ય ક્ષમતા કસોટી | 20 | 80 |
| કુલ | 120 | 480 |
- સમય: 90 મિનિટ
- પ્રશ્નનો પ્રકાર: MCQ
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 1/4 માર્ક કપાશે.
9) પસંદગી પ્રક્રિયા (Selection Process)
BSNL JTO ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
1) કોમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT)
2) ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Verification)
3) મેડિકલ ટેસ્ટ (Medical Test)
4) અંતિમ પસંદગી (Final Selection)
10) અરજી કેવી રીતે કરવી? (How to Apply)
BSNL JTO ભરતી 2026 માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.
Step 1: સૌથી પહેલા BSNL ની અધિકૃત વેબસાઇટ externalexam.bsnl.co.in પર જાઓ.
Step 2: BSNL JTO ભરતી 2026 લિંક પર ક્લિક કરો.
Step 3: તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી દ્વારા નોંધણી (Registration) કરો.
Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
Step 5: ફોર્મમાં માગવામાં આવેલ જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો.
Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Step 7: લાગુ પડતી અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચુકવો.
Step 8: અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
11) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | bsnl.co.in |
12) BSNL JTO Recruitment 2026 – FAQ
1) BSNL JTO ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ: ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 3 જુલાઈ 2026 છે.
2) BSNL JTO પોસ્ટ્સ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, કમ્પ્યુટર સાયન્સ, IT અથવા ઇલેક્ટ્રિકલ જેવા ટેકનિકલ વિષયોમાં B.E.અથવા B.Tech હોવું આવશ્યક છે.
3) BSNL JTO ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ: ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT), ડોક્યુમેન્ટ ચકાસણી અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
4) BSNL JTO ભરતી 2026 માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ: ઉમેદવારો BSNL ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.
