જો તમે ગુજરાતમાં સરકારી ડ્રાઇવિંગ નોકરી શોધી રહ્યા છો, તો GSRTC ડ્રાઇવર ભરતી 2026 તમારા માટે એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી દ્વારા વિવિધ શ્રેણીઓમાં કુલ 4,599 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

ધોરણ 12 પાસ અને માન્ય હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારો OJAS પોર્ટલ દ્વારા 5 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતી સંબંધિત પગાર, પરીક્ષા પેટર્ન, પસંદગી પ્રક્રિયા, લાયકાત અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: GSRTC Driver Recruitment 2026

વિશેષતામાહિતી
ભરતી સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટનું નામડ્રાઈવર
કુલ ખાલી જગ્યાઓ4599
નોકરીનું સ્થાનગુજરાત
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર26,000 પ્રતિ મહિના
લાયકાત12 પાસ + હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ
સત્તાવાર વેબસાઈટgsrtc.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
નોટિફિકેશન PDF જાહેર06 જૂન 2026
ઓનલાઇન અરજી શરૂ06 જૂન 2026
અરજી કરવાની છેલ્લી તારીખ05 જુલાઈ 2026
ફી ભરવાની છેલ્લી તારીખ07 જુલાઈ 2026

3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

GSRTC એ વિવિધ શ્રેણીઓમાં ડ્રાઇવરની કુલ 4,599 ખાલી જગ્યાઓ બહાર પાડી છે, જે નીચે મુજબ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
શ્રેણીખાલી જગ્યાઓ
General2066
EWS490
SEBC1061
SC274
ST708
કુલ4599

4) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

અરજી કરતા પહેલાં ઉમેદવારોએ નીચે મુજબની જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.

  • ભારતની કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 સફળતાપૂર્વક પાસ કરેલ હોવું જરૂરી છે.
  • ગુજરાતી ભાષાનું મૂળભૂત જ્ઞાન.
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ની જરૂરીયાતો

A) પુરુષ ઉમેદવારો માટે

  • RTO દ્વારા જારી કરાયેલ માન્ય હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ
  • માન્ય જાહેર સેવા વાહન (PSV) બેજ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ

B) મહિલા ઉમેદવારો માટે

  • માન્ય હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ
  • માન્ય જાહેર સેવા વાહન (PSV) બેજ
  • ભારે વાહનો ચલાવવાનો અનુભવ ફરજિયાત નથી. જો પસંદ કરાયેલા ઉમેદવારો પાસે અનુભવનો અભાવ હોય, તો તેઓને અંતિમ નિમણૂક પહેલાં તાલીમ લેવાની જરૂર પડી શકે છે.

5) શારીરિક માપદંડો

A) પુરુષ ઉમેદવારો માટે
  • ઓછામાં ઓછી: 162 સે.મી.
  • ST ઉમેદવારો: 160 સે.મી.
B) મહિલા ઉમેદવારો માટે
  • ઓછામાં ઓછી: 158 સે.મી.
C) દ્રષ્ટિની આવશ્યકતા
  • ઉમેદવારોની દૃષ્ટિ સ્પષ્ટ હોવી જોઈએ.

6) પગાર (Salary)

પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને પાંચ વર્ષ માટે દર મહિને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.

પોસ્ટપગાર
ડ્રાઈવરરૂ. 26,000 દર મહિને

7) ઉંમર મર્યાદા (Age Limit)

GSRTC ડ્રાઈવર ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

  • ઓછામાં ઓછી: 25 વર્ષ
  • વધુમાં વધુ: 35 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
કેટેગરીઉંમરમાં છૂટછાટ
અનામત પુરુષ ઉમેદવારો5 વર્ષ
સામાન્ય મહિલા ઉમેદવારો5 વર્ષ
અનામત મહિલા ઉમેદવારો10 વર્ષ
ભૂતપૂર્વ સૈનિકોનિયમો મુજબ

8) અરજી ફી (Application Fees)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

કેટેગરી અરજી ફી + GST
જનરલ (Gen)₹300/-
તમામ મહિલા ઉમેદવારો₹200/-
SC / ST / PWD₹200/-

સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

9) પરીક્ષા પેટર્ન (Exam Pattern)

  • સમય: 60 મિનિટ
  • પ્રશ્નનો પ્રકાર: MCQ
  • કુલ માર્ક્સ: 100
  • નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ દીઠ 0.25 માર્ક કપાશે.
વિષયમાર્ક્સ
સામાન્ય જ્ઞાન30
રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક્સ20
ગુજરાતી ભાષા અને વ્યાકરણ20
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ10
અંકગણિત20
કુલ100

10) પસંદગી પ્રક્રિયા (Selection Process)

GSRTC ડ્રાઈવર ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

1) OMR લેખિત પરીક્ષા (100 ગુણ – 40% વેઇટેજ)
2) ડ્રાઇવિંગ ટેસ્ટ (50 ગુણ – 60% વેઇટેજ)
3) મેડિકલ ટેસ્ટ (Medical Test)
4) અંતિમ પસંદગી (Final Selection)

11) અરજી કેવી રીતે કરવી? (How to Apply)

GSRTC ડ્રાઈવર ભરતી 2026 માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Step 1: સૌથી પહેલા OJAS ગુજરાતની અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.

Step 2: હોમપેજ પર “Online Application” ટેબ પર જાઓ અને “Apply” પર ક્લિક કરો.

Step 3: વિભાગોની ડ્રોપડાઉન યાદીમાંથી “GSRTC” પસંદ કરો.

Step 4: “Driver” ની પોસ્ટ માટેની જાહેરાત શોધો અને “Apply” પર ક્લિક કરો.

Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.

Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 7: જરૂરી અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો.

Step 8: અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

12) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
સૂચના PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટgsrtc.in

13) GSRTC Driver Recruitment 2026 – FAQ

1) GSRTC ડ્રાઈવર ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ
: ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ 2026 છે.

2) GSRTC ડ્રાઈવર ભરતી 2026 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ
: ઉમેદવાર પાસે ધોરણ 12 પાસ અને માન્ય હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.

3) GSRTC ડ્રાઈવર ભરતી 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ
: આ ભરતી દ્વારા કુલ 4,599 જેટલી ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

4) GSRTC ડ્રાઈવર ભરતી 2026 માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ
: ઉમેદવારો OJAS ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.

5) GSRTC ડ્રાઈવરનો પગાર કેટલો છે?
જવાબ
: પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 26,000 નો નિશ્ચિત પગાર મળશે.