જો તમે ગુજરાતની MKBU યુનિવર્સિટીમાં નોકરી મેળવવા ઇચ્છો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા 29 ડિસેમ્બર 2025ના રોજ Teaching તથા Non-Teaching (Academic) સ્ટાફની કુલ 180 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પદો માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 22 જાન્યુઆરી 2026 સુધી MKBUની સત્તાવાર વેબસાઇટ mkbhavuni.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

આ લેખમાં અમે તમને ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી આપીશું, જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર, અરજી ફી, ખાલી જગ્યાઓ અને અરજી કરવાની પ્રક્રિયા વગેરે.

મુખ્ય હાઇલાઇટ્સ: MKBU Teaching and Non-Teaching Recruitment 2026

વિશેષતામાહિતી
વિભાગનું નામમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU)
પદનું નામTeaching અને Non-Teaching પદો
કુલ ખાલી જગ્યાઓ180
નોકરીનો પ્રકારફુલ ટાઈમ (Full Time)
પગાર ધોરણ₹19,900 થી ₹2,18,200
નોકરીનું સ્થાનભાવનગર, ગુજરાત
ઉંમર મર્યાદા35 વર્ષ
અરજી કરવાની રીતઑનલાઈન
સત્તાવાર વેબસાઇટmkbhavuni.edu.in

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટતારીખ
સૂચના જાહેર થવાની તારીખ29 ડિસેમ્બર 2025
ઓનલાઈન અરજી શરૂ29 ડિસેમ્બર 2025
અરજી કરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2026
હાર્ડ કૉપી સબમિશન (Teaching)27 જાન્યુઆરી 2026
પરીક્ષા / ઇન્ટરવ્યૂ તારીખોબાદમાં જાહેર કરવામાં આવશે

ખાલી જગ્યાઓની માહિતી (Vacancy information)

1) Non-Teaching પદો
પદનું નામખાલી જગ્યાઓપગાર લેવલ
Assistant25Level-2
Lab Assistant11Level-2
Lab Technician4Level-5
Field Collector2Level-5
Typist1Level-2
System Analyst1Level-9
Assistant Librarian1Level-9
Junior Engineer (Civil)1Level-7
અન્ય પદો (Driver, Wireman, Curator વગેરે)6Various Levels
2) Teaching પદો
પદનું નામખાલી જગ્યાઓ
Professor10
Associate Professor17
Associate Professor (યુનિવર્સિટી વિભાગ)14
Associate Professor (સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ)39
Associate Professor (સમલદાસ આર્ટ્સ કોલેજ)25
Associate Professor (એમ.જે. કોલેજ ઓફ કોમર્સ)23

પગાર ની માહિતી (Salary)

પસંદ થયેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ નક્કી કરાયેલા લેવલ અનુસાર પગાર આપવામાં આવશે. આ સાથે સરકારના નિયમો પ્રમાણે મળતા તમામ ભથ્થાં પણ આપવામાં આવશે.

પદ પગાર લેવલઅંદાજિત પગાર
Teaching (પ્રોફેસર)Pay Level 14₹1,44,200 – ₹2,18,200
Teaching (એસોસિએટ પ્રોફેસર)Pay Level 13₹1,31,400 – ₹2,17,100
Teaching (અસિસ્ટન્ટ પ્રોફેસર)Pay Level 10₹57,700 – ₹1,82,400
Non-Teaching (Level 2)Pay Level 2₹19,900 – ₹63,200
Non-Teaching (Level 9)Pay Level 9₹53,100 – ₹1,67,800

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

1) Assistant / Typist / Clerk

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (Graduate) ડિગ્રી હોવી જરૂરી છે. સાથે સાથે CCC સર્ટિફિકેટ અને અંગ્રેજી તથા ગુજરાતી ટાઇપિંગનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.

2) Lab Assistant / Technician

  • આ પદ માટે સંબંધિત વિજ્ઞાન વિષયમાં ડિગ્રી (જેમ કે B.Sc. વગેરે) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

3) Teaching પદો

  • ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ હોવા જરૂરી છે. ઉપરાંત UGCના નિયમો મુજબ NET / SLET / SET અથવા Ph.D. પાસ હોવું ફરજિયાત છે.

અરજી ફી (Application Fees)

શ્રેણીTeaching પદોની ફીNon-Teaching પદોની ફી
General₹2000/-₹1000/-
SC / ST / SEBC / EWS / PH₹1000/-₹500/-

ઉંમર મર્યાદા (Age Limit)

ઉંમરની ગણતરી અધિકૃત ડોક્યુમેન્ટમાં નોંધાયેલ જન્મ તારીખના આધારે કરવામાં આવશે.

  • ઓછામાં ઓછી: 18 વર્ષ
  • વધુમાં વધુ: 35 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation):

  • સત્તાવાર નોટિફિકેશન મુજબ Teaching અને Non-Teaching પદો માટે PwBD, SC, ST અને OBC વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

1) Non-Teaching પદો માટે:
  • Non-Teaching પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા (Written Examination), કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ અથવા ટાઇપિંગ ટેસ્ટના આધારે કરવામાં આવશે (પદ અનુસાર લાગુ પડશે).
2) Teaching પદો માટે
  • Teaching પદો માટે પહેલાં API સ્કોરના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું વ્યક્તિગત ઇન્ટરવ્યૂ (Personal Interview) લેવામાં આવશે.

અરજી કરવાની રીત (How to Apply)

જો તમે પણ MKBU Teaching અને Non-Teaching ભરતી 2026 માટે અરજી કરવા માંગતા હો, તો તમને ફક્ત ઑનલાઈન માધ્યમથી જ અરજી કરવી પડશે. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો:

Step 1: સૌપ્રથમ MKBUની સત્તાવાર વેબસાઇટ mkbhavuni.edu.in પર જાઓ.

Step 2: હોમ પેજ પર સાઈડમાં આપેલ Recruitment વિકલ્પ પર ક્લિક કરો.

Step 3: ક્લિક કરતા જ નવું પેજ ખુલશે, જ્યાં તમામ Teaching અને Non-Teaching પદોની વિગતો જોવા મળશે.

Step 4: Teaching પદ માટે અરજી કરવા Teaching Posts વિભાગમાં Action હેઠળ આપેલ Click here to apply for Teaching Posts પર ક્લિક કરો.

Non-Teaching પદ માટે Non-Teaching વિભાગમાં જઈને Click here to apply in non-teaching posts પર ક્લિક કરો.

Step 5: હવે નવું પેજ ખુલશે, જ્યાં રજીસ્ટ્રેશન માટે New Account ફોર્મ ભરવું પડશે. તમારી ઈમેલ અને મોબાઈલ નંબર વેરિફાઈ કરીને પાસવર્ડ બનાવો.

Step 6: ત્યારબાદ Registered Email ID અને Password વડે લોગિન કરો અને અરજી ફોર્મ ભરો. તેમાં વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે વિગતો દાખલ કરો.

Step 7: જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે ફોટો, સહી (Signature), સર્ટિફિકેટ્સ વગેરે અપલોડ કરો.

Step 8: ત્યારબાદ અરજી ફી ઑનલાઈન ભરો.

Step 9: ફોર્મને ફરીથી ચેક કરીને Submit કરો અને તેનો પ્રિન્ટઆઉટ લઈ લો.

હાર્ડ કૉપી મોકલવાની માહિતી (Teaching પદો માટે)

Teaching પદ માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફોર્મની હાર્ડ કૉપી તથા Self-Attested ડોક્યુમેન્ટ સાથે 27 જાન્યુઆરી 2026 સુધી નીચે આપેલા સરનામે મોકલવાની રહેશે:

The Registrar,
Maharaja Krishnakumarsinhji Bhavnagar University,
Sardar Vallabhbhai Patel Campus,
Gaurishankar Lake Road,
Bhavnagar – 364001,
Gujarat (India)

મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

MKBU Teaching and Non-Teaching Recruitment 2026 – FAQ

1) MKBU Teaching અને Non-Teaching ભરતી 2026 માટે ઑનલાઈન અરજી ક્યારે શરૂ થાય છે?
જવાબ:
ઑનલાઈન અરજી 29 ડિસેમ્બર 2025થી શરૂ થાય છે.

2) ઑનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ:
છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2026 છે.

3) MKBU ભરતી 2026 હેઠળ કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?
જવાબ:
કુલ 180 ખાલી જગ્યાઓ છે.

4) અરજી માટે મહત્તમ ઉંમર મર્યાદા કેટલી છે?
જવાબ:
મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ છે (નિયમ મુજબ છૂટછાટ લાગુ પડશે).

5) MKBU Teaching અને Non-Teaching પદો માટે કેવી રીતે અરજી કરવી?
જવાબ:
ઉમેદવારો mkbhavuni.edu.in વેબસાઇટ દ્વારા ઑનલાઈન અરજી કરી શકે છે.