શુ તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતી અંતર્ગત સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની કુલ 116 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. બેંકમાં નોકરી સાથે તમને આકર્ષક પગાર પણ મળશે.

આ ભરતી સંબંધિત ખાલી જગ્યાઓ, પગાર, લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

1) મુખ્ય હાઇલાઇટ્સ: SBI SCO Recruitment 2026

વિશેષતામાહિતી
ભરતી સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પદનું નામસ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (AVP, ડેપ્યુટી મેનેજર)
કુલ ખાલી જગ્યાઓ116
જાહેરાત નંબરCRPD/SCO/2025-26/27
પગાર₹64,820 થી ₹93,960 પ્રતિ મહિના
અરજી કરવાની રીતઓનલાઇન
સત્તાવાર વેબસાઈટsbi.co.in

2) મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઇવેન્ટ તારીખ
નોટિફિકેશન PDF જાહેર23 ફેબ્રુઆરી 2026
ઓનલાઇન અરજી શરૂ23 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2026
ફી ભરવાની છેલ્લી તારીખ15 માર્ચ 2026

3) ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)

કુલ 116 ખાલી જગ્યાઓ વિવિધ પોસ્ટ્સ અને શ્રેણીઓમાં નીચે મુજબ વહેંચાયેલી છે:

પોસ્ટનું નામ નોકરીનો પ્રકારકુલ પોસ્ટ્સ
આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (IS ઓડિટ)કરાર આધારિત12
ડેપ્યુટી મેનેજર (IS ઓડિટ)નિયમિત43
ડેપ્યુટી મેનેજર (CA – Internal ઓડિટ) નિયમિત61
કુલ116

4) પગાર (Salary)

પદ પર સિલેક્ટ થયેલ ઉમેદવારોને નીચે મુજબ નિશ્ચિત માસિક પગાર આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
1) આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (IS ઓડિટ)
  • ₹50 લાખ સુધીનું વાર્ષિક CTC
  • 85% ફિક્સ્ડ પે + 15% વેરિયેબલ પે
2) ડેપ્યુટી મેનેજર (IS ઓડિટ)
  • મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-II (MMGS-II) મુજબ પગાર
  • પગાર ધોરણ: ₹64,820 – ₹93,960
  • તે ઉપરાંત, DA, HRA, PF, NPS, LFC અને તબીબી સુવિધાઓ અને વિવિધ ભથ્થાં પણ મળશે.
3) ડેપ્યુટી મેનેજર (CA)
  • મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-II (MMGS-II) મુજબ પગાર
  • પગાર ધોરણ: ₹64,820 – ₹93,960
  • તે ઉપરાંત, DA, HRA, PF, NPS, LFC અને તબીબી સુવિધાઓ અને વિવિધ ભથ્થાં પણ મળશે.

5) શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

1) Assistant Vice President (IS Audit)
  • B.E./B.Tech/B.Sc. in Computer Science / IT / Electronics
  • OR MCA/M.Sc
  • ઓછામાં ઓછા 50% માર્ક્સ ફરજિયાત
  • BFSI/IT/માહિતી સુરક્ષા સલાહકારમાં ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ
2) Deputy Manager (IS Audit)
  • B.E./B.Tech/B.Sc. in Computer Science / IT / Electronics
  • OR MCA/M.Sc
  • ઓછામાં ઓછા 50% માર્ક્સ ફરજિયાત
  • BFSI/IT/માહિતી સુરક્ષા સલાહકારમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
3) Deputy Manager (CA – Internal Audit)
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
  • બેંકોના ઓડિટમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ

6) ઉંમર મર્યાદા (Age Limit)

SBI ભરતી 2026 માટે ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

પોસ્ટ લેવલલઘુત્તમ ઉંમરમહત્તમ ઉંમર
આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (IS ઓડિટ)2745
ડેપ્યુટી મેનેજર (IS ઓડિટ)2535
ડેપ્યુટી મેનેજર (CA – Internal ઓડિટ)2135
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)

SBI બેંકના નિયમો અનુસાર કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે:

  • SC/ST ઉમેદવારો: 5 વર્ષ
  • OBC ઉમેદવારો: 3 વર્ષ
  • PwBD ઉમેદવારો: બેંકના નિયમો અનુસાર

7) અરજી ફી (Application Fees)

અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.

કેટેગરી અરજી ફી
General / EWS / OBC₹750
SC / ST / PwBDમુક્ત (કોઈ ફી નથી)

સૂચના: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.

8) પસંદગી પ્રક્રિયા (Selection Process)

SBI SCO ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

1) લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટિંગ
2) વ્યક્તિગત ઇન્ટરવ્યુ
3) CTC વાટાઘાટો (ફક્ત કરાર આધારિત IS Audit પોસ્ટ માટે)

અંતિમ મેરિટ યાદી ફક્ત ઇન્ટરવ્યુમાં મેળવેલા સ્કોર્સના આધારે તૈયાર કરવામાં આવશે.

9) અરજી કેવી રીતે કરવી? (How to Apply)

SBI SCO ભરતી 2026 માટે અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે.

Step 1: સૌથી પહેલા SBI ની અધિકૃત વેબસાઇટ sbi.co.in/careers પર જાઓ.

Step 2:Current Openings” પર જાઓ અને જાહેરાત “CRPD/SCO/2025-26/27” પર ક્લિક કરો.

Step 3: “Apply Online” લિંક પર ક્લિક કરી Registration કરો.

Step 4: રજિસ્ટ્રેશન થયા બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

Step 5: વ્યક્તિગત માહિતી અને શૈક્ષણિક લાયકાતની વિગતો સાચી રીતે ભરો.

Step 6: ત્યારબાદ ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Step 7: જરૂરી અરજી ફી ઓનલાઇન માધ્યમથી ભરો. (જો લાગુ પડતી હોય તો)

Step 8: અરજી ફોર્મ સબમિટ કરો અને ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

10) મહત્વપૂર્ણ લિન્ક (Important Links)

માહિતીલિન્ક
ઓનલાઇન અરજી અહીં ક્લિક કરો
સૂચના PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટsbi.bank.in

11) SBI SCO Recruitment 2026 – FAQ

1) SBI SCO ભરતી 2026 માં કેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે?
જવાબ
: SBI SCO ભરતી 2026 માં કુલ 116 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

2) SBI SCO માટે પસંદગી પ્રક્રિયા શું છે?
જવાબ
: ઉમેદવારોને લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

3) SBI SCO ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ
: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2026 છે.

4) આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા કેવી છે?
જવાબ
: ઉમેદવારોએ SBI ની સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers પરથી ઓનલાઈન અરજી કરવી પડશે.